કોલેજના નામ પર રાજનીતિ !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:12:42

કોંગ્રેસનો કોલેજના નામકરણ મુદ્દે વિરોધ


મણિનગરની એલ જી મેટ  કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કૉલેજ રાખવાનું ગઈ કાલે AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં નિણર્ય લેવાયો. ત્યારે કોગ્રેસ દ્વારા તેનો વિરોધ કરતા કોલેજની બહાર ' સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ કોલેજ ' નાં પોસ્ટર લગવવામાં આવ્યા અને હવે કોલેજનાં નામ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે . 


કોલેજનું નામ બદલાવાનું કારણ ?


નરેન્દ્ર મોદી જ્યારે મણિનગરનાં ધારાસભ્ય હતા અને ગૂજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એલ જી મેટ કોલેજ બનાવી હતી એટલે મેયર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અને કાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્યણ લેવામાં અવ્યો . Pm નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસ પર કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે. સ્ટેડિયમબાદ હવે કોલેજનું નામ પણ નરેન્દ્ર મોદી પર રાખવામાં આવશે 

કેમ કોગ્રેસએ કર્યો વિરોધ ?


એક તરફ પેહલા પીએમ નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી , જવાહરલાલ નહેરુનાં નામે  જો કોઈ યોજના હોય કે મિલકતનું નામ હોય તો તેનો પ્રચંડ વિરોધ કરતા ત્યારે હવે ભાજપ પણ એજ નક્શા કદમ પર ચાલી રહી છે પેહલા સ્ટેડિયમનું નામ અને હવે મેડિકલ કોલેજ નું નામ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર રાખવામાં આવે છે એટલે હવે કોગ્રેસઆ વાતનો વિરોધ કરી રહી છે . કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતુ કે, અત્યારે જેવી રીતે સ્ટેડિયમનું નામ કરણ કરીને નરેન્દ્ર મોદી કરી દેવાયું હતું. એવી જ રીતે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. શાસકો પોતાની ચાપલુસી કરવાની પરાકાષ્ટાને વટાવી ચૂક્યા છે. અહીં એલ.જી કોલેજમાં જે મહાજનોએ રૂપિયા આપ્યા હતા તેમના નામ દૂર કરીને નરેન્દ્ર મોદીનું નામ આપી દેવાયું છે.


ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .