Mansukh Vasavaના નિવેદનથી ફરી ગરમાયનું Bharuch Loksabha Seatનું રાજકારણ! Chaitar Vasava માટે કહ્યું કે ચૈતર વસાવા.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-01 15:57:04

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચાઓ અવાર નવાર થતી હોય છે... અનેક બેઠકો ચર્ચા માટે જાણીતિ બની ગઈ છે.. એક બેઠક છે બનાસકાંઠા, બીજી છે રાજકોટ અને ત્રીજી બેઠક છે ભરૂચ.. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે.. આ બંને ઉમેદવારો દ્વારા આપવામાં આવતું નિવેદન ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે નિવેદન આપ્યું છે..

ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ કહ્યું કે.... 

ભરૂચ, બનાસકાંઠા તેમજ રાજકોટ લોકસભા બેઠકની ચર્ચાઓ થતી રહે છે... આ લોકસભા બેઠકોની ચર્ચા જેટલી થાય છે તેટલી ચર્ચાઓ બીજી લોકસભા બેઠકોની નથી થતી.. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે નર્મદાની એક સભામાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ચૈતર વસાવા માટે કહ્યું કે ચૈતર વસાવા ગદ્દાર છે, અને તેનાથી કુતરુ તો શું બિલાડું પણ નથી ડરતુ. કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે. 



કોંગ્રેસ માટે મનસુખ વસાવાએ વાત કરી કે... 

કોંગ્રેસ માટે પણ તેમણે વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું છે તમારા બૂથમાં ચૈતર વસાવાના વોટ ના નીકળે તેવું કરજો, નહીં તો તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે..  મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે...મહત્વનું છે કે જ્યારે જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી ત્યારે તેમણે મનસુખ વસાવા માટે વાત કરી હતી. ત્યારે જોવું રહ્યું કે ભરૂચ લોકસભા બેઠક પર કોની જીત થાય છે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે