તહેવારના સમયે સર્જાતી બસની અછત પર રાજનીતિ, ભ્રષ્ટ ગણાવી આપે ભાજપને લીધી આડેહાથ


  • Published By :
  • Published Date : 2022-10-23 10:46:01

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. દિવાળી સમયે શહેરમાં રહેતા લોકો પોતાના વતન જતા હોય છે. જેને કારણે એસટી બસ તેમજ રેલવે સ્ટેશન પર ઘણી ભીડ જોવા મળે છે. ઘણી વખત દિવાળી સમયે પૂરતી બસ ન હોવાને કારણે, બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. એસટી બસ માટે રાહ જોતા લોકોનો વીડિયો સામે આવતા હોય છે. જેમાં પૂરતી બસ ન હોવાને કારણે મુસાફરો અટવાઈ જતા હોય છે. ત્યારે આવી ભીડ બતાવતો વીડિયો આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યો છે, જેમાં ભાજપ પર સીધે સીધા પ્રહાર કર્યા છે. ટ્વિટમાં લખ્યું છે કે ભાજપ તાયફાઓમાં ભીડ ભેગી કરવા હજારો બસોની રાતોરાત વ્યવસ્થા કરતી ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને વતન જવા કોઈ વ્યવસ્થા નથી કરી શકતી.  

People stand in lines for hours to buy bus tickets

પુરતી બસની વ્યવસ્થા ન હોવાને કારણે અટવાયા પ્રવાસીઓ

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી જીતવા દરેક રાજકીય પાર્ટી પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાત આવી રહ્યા છે.  વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે બસમાં બેસાડી લોકોને જનસભામાં લઈ જવામાં આવતા હોય, તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન સરકારી બસોની અછત સર્જાઈ હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. પુરતી બસ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુસાફરી નથી કરી શકતા. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે.   


ભાજપ પર આમ આદમી પાર્ટીએ આવી રીતે કર્યા પ્રહાર 

ટ્વિટ કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું છે કે ભાજપ તાયફાઓમાં ભીડ ભેગી કરવા હજારો બસોની વ્યવસ્થા રાતોરાત કરતી ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને વતન જવા કોઈ વ્યવસ્થા નથી કરી શકતી. ટેક્સના પૈસા તાયફાઓમાં વેડફતી ભ્રષ્ટ ભાજપ હંમેશા જવાબદારીમાંથી હાથ ખંખેરી દે છે. હવે આ નકામી ભાજપને ઘરભેગી કરવાનો સમય આવી ગયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે