પોરબંદર: રાણાવાવમાં ટેણીયા પાસે આધેડે કરાવ્યું હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં


  • Published By :
  • Published Date : 2023-12-10 12:25:58

હથિયારોનું જાહેરમાં પ્રદર્શન કરવાનો ટ્રેન્ડ આજકાલ બહું ચાલ્યો છે, લોકો જાહેરમાં બંદુકથી હવામાં ફાયરિંગ કરવામાં પોતાની શાન સમજતા હોય છે. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે,  પોરબંદરના રાણાવાવમાં એક ભાભાએ બે વર્ષનો બાળકના હાથમાં બંદુક થમાવી દીધી હતી, એટલું જ નહીં પણ તેની પાસે બંદુકમાંથી ફાયરીંગ કરાવ્યું હતું. આધેડે વળી આ વીડિયો વોટ્સએપ ગ્રુપમાં પણ મુક્યો હતો. ફાયરિંગનો આ વીડિયો  સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થતા પોલીસે રાણાવાવના આધેડ અને તેના ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કઈ રીતે ઝડપાયા? 


રાણાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. જુનેજાના મોબાઈલમાં આ વિડીયો આવ્યો હતો. એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં આ વિડિયોમાં નાના બાળક સાથે બંદુકથી વીડિયો બનાવેલ ઈસમ બાબતે તપાસ કરતા આ ઈસમ રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે રહેતો બોધાભાઈ ખીમાભાઈ ડાભી છે. જેઓએ પોતાના મોટાભાઈ ભાયાભાઈ ખીમાભાઈ ડાભીનું લાયસન્સવાળુ મઝલ લોડ ડબલ બેરલ બંદુક લઈને વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભું કરેલ હોય જે બાબતે બન્ને આરોપીઓને પકડી પાડી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે હથીયાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.આ ગુન્હામાં રાણાવાવના સ્ટેશન પ્લોટ ફોરેસ્ટ ઓફીસની સામે ધ્રાફા પ્લોટમાં રહેતા બોધાભાઈ ખીમાભાઈ ડાભી અને ભાયાભાઈ ખીમાભાઈ ડાભીની ધરપકડ કરી છે.


પાક રક્ષણ માટે ખરીદી હતી બંદુક


પોરબંદર પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે,ભાયાભાઈ ખીમાભાઈ ડાભીએ પાકના રક્ષણ માટે ઈ.સ.2005 માં લાયસન્સ મેળવી મઝલ લોડ ડબલ બેરલ બંદુક ખરીદી હતી અને હથીયાર લાયસન્સની શરતનો તેમને ભંગ કર્યા છે. તેથી આ ગુન્હામાં પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરાઈ છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.