ખોડિયાર માતાજી અંગે બ્રહ્મસ્વરૂપ સ્વામીના બફાટ અંગે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે આપ્યું મોટું નિવેદન, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-13 15:53:30

સાળંગપુર મંદિર પરિસરમાં હનુમાનજીના ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા ત્યારે એવું લાગતું હતું કે હવે આ સમગ્ર વિવાદ શાંત થઈ જશે, પણ  બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે બફાટ કરતા મામલો વધુ વણસ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મુદ્દે ફરી એક વાર સનાતન અને સંપ્રદાય વચ્ચેનો વિવાદ શરૂ થયો છે.  હિંદુ દેવી-દેવતાઓ અને સનાતન ધર્મ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા  બફાટ કરતા વિવાદ વકર્યો છે ત્યારે  હવે આ સમગ્ર મામલે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે પણ ઝંપલાવ્યું છે.


ખોટા વિવાદો ઊભા ન કરો 


પોરબંદરના સાંસદ રમેશ ધડુકે કહ્યું કે, ખરેખર આ મામલે કોઈ ટિપ્પણી કરવાની ન હોય અને ધર્મ છે એ બધાને ખબર છે કે કોણ મોટા છે. મહાદેવ મોટા છે, હનુમાનદાદા મોટા છે કે કૃષ્ણ મોટા છે એ બધાને ખબર છે, એટલે બને ત્યાં સુધી આમાં કોઈ ટિપ્પણી કરવાની ન હોય. બધા ધર્મ પોતાની રીતે પોતાનું કામ કરતા હોય તો આમાં ક્યાંય રાજકારણ લાવવું ન જોઈએ અને આમાં ખોટા વિવાદો ઊભા કરવા ન જોઈએ. તેઓએ કહ્યું કે, સ્વામિનારાયણ ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે બધા પોત-પોતાની રીતે ભગવાનની સેવા કરતા હોય, ભગવાનને માનતા હોય પરંતુ આમાં તમે જો રાજકારણ લઈને આવો તો કોઈપણ ધર્મની લાગણી દુભાય. કોઈની લાગણી દુભાય એવા કોઈએ નિવેદન કરવા જોઈએ નહીં. દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે. કોઈ પણ સ્વામીએ દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે, સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી કૃષ્ણથી મોટું કોઈ નથી. હું તો ભગવાન દ્વારકાધીશને માનું છું. સર્વશ્રેષ્ઠ તો કૃષ્ણ ભગવાન છે. સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ જ છે છતાં કોઇની લાગણી દુભાઈ તેવું નિવેદન ન આપવું જોઈએ. ખરેખર આવું નિવેદન દુઃખદ છે આવી ચર્ચા કે વિવાદ ન થવો જોઈએ. કોઈ પણ ભક્તની લાગણી દુભાઈ તેવું કાર્ય ન થવું જોઈએ. અંબાજી કે ખોડીયાર માતાજીને માનતા હોય તે તેની લાગણી છે. કોઈની લાગણી દુભાય એવું નિવેદન ન આપવું જોઈએ.


સમગ્ર સંપ્રદાય ખરાબ નથી  

 

સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા અંગે કરેલી ટિપ્પણીને લઈને સાંસદ રમેશ ધડુકે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો-સ્વામી અલગ-અલગ છે. હવે એક સંત કે સ્વામી બોલ્યા તો બધા સ્વામિનારયણ સંતો અને સ્વામી તેમાં આવી જતાં નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા એવા હોતા નથી. કોઈ એક બોલે એમાં આખો સંપ્રદાય આવતો નથી. એક સ્વામી ખરાબ બોલે એટલે આખો સંપ્રદાય ખરાબ છે એવું નથી. સ્વામિનારાયણના સંત દ્વારા કરવામાં આવેલા નિવેદનને હું વખોડું છું. 


ખોડીયાર માતાજી અંગે શું છે સમગ્ર વિવાદ


બ્રહ્મસ્વરૂપ સ્વામીનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં તે બફાટ કરી રહ્યા છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, 'જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. તેમણે વધુમાં કહ્યું કે, ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જાણે કે, કુળદેવી નારાજ થઈ જશે પરંતુ નારાજ ન થાય પગે લાગે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ઉમેર્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.'



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.