ચૂંટણી પહેલા શરૂ થયું પોસ્ટર વોર! BJPએ Arvind Kejriwalને લઈ જાહેર કર્યું પોસ્ટર, તો AAPએ આપ્યો જવાબ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-10 17:33:02

રાજકારણમાં આવતો વ્યક્તિ માત્ર સમાજ, દેશ અને રાજનીતિ બદલવાના દાવા કરે છે... પણ કમનસીબે સિસ્ટમ બદલી શકે એ પહેલા જ વ્યક્તિ પોતે જ બદલાઈ જાય છે, વર્ષ 2014 પહેલા કૉંગ્રેસના ભ્રષ્ટાચારથી દેશ ત્રસ્ત થયો છે એવુ વાતાવરણ ઉભુ કરીને અન્ના આંદોલનના આધારે સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીના મુખીયા અરવિંદ કેજરીવાલ અત્યાારે જેલમાં છે... અને આમ આદમી પાર્ટી મુખ્યા વિના જ ખુબ આક્રમક રીતે લડી રહી છે... સ્વાભાવિક છે.. તો ભાજપ અને આમ આદમી પાર્ટી સામે હવે પોસ્ટર વોર શરુ થયું છે...  

ભાજપે સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ જેમાં...  

લોકસભા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિવિધ માધ્યમોથી, અલગ અલગ રીતે પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવતો હોય છે. ત્યારે દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે.દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ એક નવું પોસ્ટર બહાર પાડ્યું છે... જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 'ભ્રષ્ટાચારના પોસ્ટર બોય' તરીકે વર્ણવવામાં આવ્યા છે....  ભાજપે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે.... જેમાં હોલિવુડ ફિલ્મ પાયરેટ્સ ઓફ કેરેબિયનના એક કેરેક્ટરના પોસ્ટરમાં કેજરીવાલનો ફોટો મુકી અને લખ્યું, પોસ્ટર બોય ઓફ કરપ્શન..... 

આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. અરવિંદ  કેજરીવાલ હાલ જેલમાં છે


આમ આદમી પાર્ટીએ આ અભિયાન સાથે શરૂ કર્યો પ્રચાર 

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી. AAP સુપ્રીમો પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન તરીકે શરૂ થયેલી ચળવળ હવે "કેજરી ભ્રષ્ટાચાર ક્રાંતિ"માં ફેરવાઈ ગઈ છે સાથે આપને સવાલો પણ કર્યા કે, શું હવે તમારી પાસે કોઈ નૈતિકતા છે? સત્તા બાકી છે?  તો ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, "આપ દાવો કરી રહી છે કે પૈસાની કોઈ લેવડદેવડ મળી નથી, જ્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પૈસાની લેવડદેવડ મળી આવી છે અને તે ચૂંટણીની તૈયારીઓમાં ખર્ચવામાં આવી છે." હવે, એક જ પ્રશ્ન ઉભો થાય છે કે શું અરવિંદ કેજરીવાલ માટે તિહાર જેલમાંથી સરકાર ચલાવવી નૈતિક રીતે યોગ્ય છે? તો સામે જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ જેલ કા જવાબ વોટ સે અભિયાન શરુ કર્યું છે..... 



રામલીલા મેદાનમાં કરી હતી આ જાહેરાત  

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી  જેલ કા જવાબ વોટ સે અભિયાનને મહત્વનો મુદ્દો પોતાના પ્રચારમાં બનાવશે... પ્રચાર માટે કેજરીવાલના જેલની અંદરના ફોટાનો ઉપયોગ કરશે.... પણ અરવિંદ કેજરીવાલ જેલમાં પહોંચ્યા કેવી રીતે એ પણ જાણવું જરુરી છે... તો અરવિંદ કેજરીવાલ, સામાજિક કાર્યકર્તા અન્ના હજારે સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ શરૂ કરવા ઓગસ્ટ 2011માં રામલીલા મેદાનમાં પહેલીવાર ધરણા પર બેઠા હતા. જે બાદ 2012માં જંતરમંતર પર અને ત્યારબાદ ઓક્ટોબર 2013માં તેમણે રામલીલા મેદાનમાં પોતાની રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીની જાહેરાત કરી હતી. 



ઈડી દ્વારા કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ 

આ પછી તેઓ ચૂંટણી લડ્યાં અને જીત્યા, મુખ્યમંત્રી બન્યા. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દિલ્હીમાં દારૂનું કૌભાંડ થયું હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જેલમાં જવું પડ્યું હતું. હવે આ જ દારૂ કૌભાંડની તપાસમાં ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને હવે તેઓ જેલની અંદર છે.   



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .