અંબાજીમાં મોહનથાળ શરૂ થાય તે માટે લગાવાયા પોસ્ટર, ચિક્કી પ્રસાદ બંધ કરાવા માઈભક્તો કરી રહ્યા છે માગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-07 16:05:15

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળ પ્રસાદ બંધ કરાતા માઈભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. પ્રસાદમાં ફરીથી મોહનથાળ આપવામાં આવે તેવી માગ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. મોહનથાળ બંધ થયાને ચાર દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ મામલો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. માઈ ભક્તો ઉપરાંત સ્થાનિકોમાં આ નિર્ણયને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર મોહનથાળ પ્રસાદ શરૂ કરવામાં આવે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત જો મોહનથાળ ફરી શરૂ કરવામાં નહીં આવે તો વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


મોહનથાળ ફરી શરૂ થાય તે માટે લગાવાયા પોસ્ટર 

દિવસેને દિવસે મોહનથાળના પ્રસાદનો વિવાદ વકરી રહ્યો છે. રાજકારણની એન્ટ્રી આ મુદ્દામાં થઈ ગઈ છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ વાતને લઈ નિવેદન આપ્યું હતું. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈ ભક્તોમાં તેમજ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એક મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અનેક સંગઠનોએ પણ આ મુદ્દાને લઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


પ્રસાદ બંધ થતા કોંગ્રેસે નોંધાવ્યો હતો વિરોધ  

કોંગ્રેસ દ્વારા પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. શનિવારે પ્રદેશ કાર્યાલયથી કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જે બાદ આવેદન પત્ર આપવા ગુજરાત કોંગ્રેસના આગેવાનો અંબાજી પહોંચી ગયા હતા. અને મોહનથાળ ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. મોહનથાળને લઈને કલેક્ટરે ખાતરી આપી હતી. આ અંગે ટૂંક સમયમાં હિતકારી નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. 


મોહનથાળ પ્રસાદ ફરી શરૂ થાય તેવી માઈભક્તોની માગ 

મહત્વનું છે કે ન માત્ર અંબાજીમાં આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ પર આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંબાજીમાં વિવિધ સ્થળો પર તેમજ સર્કલો અને બજારો સહિત અનેક સ્થળો પર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ચિક્કીને નાબુદ કરો અને મોહનથાળ રાજભોગને ફરીથી ચાલુ કરો. અનેક ભક્તો ચિક્કીનો પ્રસાદ લેવાનું ટાળી રહ્યા છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થાય તેવી પ્રબળ માગ ઉઠી રહી છે.    
લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.