મંદિરમાં દર્શન કર્યા બાદ કરવામાં આવે છે પ્રદક્ષિણા, જાણો કયા ભગવાનની કેટલી કરવી જોઈએ પ્રદક્ષિણા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-22 16:13:03

હિંદુ ધર્મમાં ભગવાનની પ્રદક્ષિણા કરવાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આપણે કોઈ પણ મંદિરે દર્શાનાર્થે જઈએ છીએ ત્યારે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. એવું માનવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાંથી વાઈબ્રેશન નિકળતા રહે છે. મૂર્તિની આસપાસ ચાલવાથી મૂર્તિમાં રહેલી ઉર્જા આપણામાં આવે છે. પ્રદક્ષિણા હમેશાં જમણેથી ડાબે ફરવામાં આવે છે. એવું માનવામાં આવે છે પ્રદક્ષિણા કરવાથી અનેક ઘણુ ફળ મળે છે. આપણે ત્યાં ન માત્ર મંદિરોમાં પરિક્રમા કરવામાં આવે છે પરંતુ નદીઓની, પર્વતોની, વૃક્ષોની પણ પરિક્રમા કરવામાં આવે છે.   

પ્રદક્ષિણા કરવાનો મહિમા 

આપણે જ્યારે કોઈ પણ મંદિરે જઈયે છીએ ત્યારે પ્રદક્ષિણા અવશ્ય કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે કોઈ પણ ભગવાનના મંદિરે જઈએ છીએ ત્યારે એક પરિક્રમા કરતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે કયા દેવની કેટલી વખત પરિક્રમા કરવી જોઈએ? ત્યારે આજે જાણીએ કયા ભગવાનની કેટલી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ.

Ganpati Sthapana Muhurat 2022: Know When The Auspicious Time To Establish  The Idol Of Ganeshji Is, These Benefits Come From Worship | Ganpati  Sthapana Muhurat 2022: જાણો ગણેશજીની મૂર્તિની સ્થાપનાનું શુભ મુહૂર્ત

Devi Ambika.. by Yogi Ananda Saraswathi - Goddess Vidya

ગણપતિજીની ત્રણ વખત કરવામાં આવે છે પરિક્રમા 

આપણે ત્યાં દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ પ્રદક્ષિણા કરવાનું વિધાન છે. સૌથી પહેલા વાત કરીએ પ્રથમ પૂજ્ય ગણેશજીની, તો તેમની 3 વખત પરિક્રમા કરવી જોઈએ જેનાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન સૂર્યદેવની સાત વખત પરિક્રમા કરવી જોઈએ. જ્યારે માતાજીની એક વખત જ પ્રદક્ષિણા કરવી જોઈએ. 

મકરસંક્રાંતિ પર આ નાનકડી વસ્તુથી અવશ્ય કરો સૂર્યદેવની પૂજા, ઘરમાંથી ક્યારેય  નહીં ખૂટે ધન-ધાન્ય - GSTV

શંકર ભગવાનની અડધી પરિક્રમા કરવી જોઈએ  

ભગવાન વિષ્ણુની ચાર વખત પરિક્રમા કરવી જોઈએ. હનુમાનજીની પણ ત્રણ પરિક્રમા કરવામાં આવે છે. જ્યારે શંકરની ભગવાનની અડધી પરિક્રમા જ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સોમસૂત્રને ઓળંગી શકાય નહીં. સોમસૂત્ર એટલે એ ધારા જ્યાંથી ભગવાન શંકરને અર્પિત કરવામાં આવેલું જળ અથવા દૂધની ધારા વહે છે. આ ધારાને કોઈ દિવસ ઓળંગવી ન જોઈએ.

શ્રાવણ સોમવાર 2020 : જાણો, શિવ પૂજાના મહત્ત્વ વિશે... | sawan month 2020  sawan somvar sawan puja vidhi sawan puja samagri and shiv mantra

પરિક્રમા દરમિયાન લેવું જોઈએ ભગવાનનું નામ 

આપણે જ્યારે પરિક્રમા કરતા હોઈએ ત્યારે મનમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જો ભગવાન ગણપતિના મંદિરે ગયા હોઈએ તો ઓમ્ ગં ગણપતયે નમ: નો જાપ કરવો જોઈએ. જો માતાજીના મંદિરે ગયા હોઈએ તો ઓમ્ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ: નો જાપ કરવો જોઈએ. સૂર્યદેવની પરિક્રમા કરતી વખતે ઓમ્ સૂર્યાય નમ: નું ઉચ્ચારણ કરવું જોઈએ અથવા તો સૂર્ય ભગવાનના 12 નામોનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પરિક્રમા કરતી વખતે ઓમ્ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. અને શિવાલયે જઈ ઓમ્ નમ: શિવાયનો મંત્રનો જાપ કરવો જોઈએ. અથવા તો  || યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સવાર્ણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે ।। મંત્રથી પ્રદક્ષિણા કરવી જોઈએ.  




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.