શક્તિપીઠ અંબાજીમાં હવેથી મોહનથાળની જગ્યાએ અપાશે ચિક્કીનો પ્રસાદ, મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા ભાજપના પ્રવક્તાએ કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-04 12:11:26

શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળ ત્યાંની ઓળખ બની ગયું છે. મંદિરમાં અપાતો મોહનથાળ જગ વિખ્યાત છે. ત્યારે એકાએક મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાતા માઈભક્તોમાં નારાજગી વ્યાપી ઉઠી છે. શુક્રવાર બપોર સુધી ચાલે એટલો જ પ્રસાદ મંદિરમાં હતો ઉપરાંત પ્રસાદ માટેનો નવો ઓર્ડર પણ આપવામાં આવ્યો ન હતો. પ્રસાદના રૂપમાં ચિક્કી આપવામાં આવી રહી છે. આ વાતની માહિતી મળતા જ માઈભક્તોમાં તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રસાદને લઈ ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દેવેએ પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ કરી છે. તે ઉપરાંત અનેક સંગઠનો દ્વારા ટ્રસ્ટને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 


ચીકીનો પ્રસાદ મળતા માઈભક્તોએ દર્શાવી નારાજગી 

જેમ ડાકોરમાં મળતો લાડુનો પ્રસાદ ડાકોરની ઓળખ છે તેમ શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ અંબાજીની ઓળખ છે. પરંતુ મોહનથાળ પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવશે તેવી માહિતી સામે આવતા માઈભક્તોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. શુક્રવાર બપોર સુધી જ ચાલે તેઓ પ્રસાદ ઉપલબ્ધ હતો. પ્રસાદ પૂરો થતા પ્રસાદીનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે પ્રસાદી કેન્દ્રો પર એકઠા થયેલા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર મોહનથાળની બદલીમાં ચીકીનો પ્રસાદ આપવામાં આવશે તેવી વાત સામે આવી છે. 

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ પ્રસાદ અંગે કર્યું ટ્વીટ               

મોહનથાળનો પ્રસાદ ન મળતા માઈભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વહીવટી તંત્ર સામે ભક્તો આક્રોશ ઠાલવી રહ્યા હતા. ન માત્ર માઈભક્તો પરંતુ સ્થાનિકો દ્વારા પણ આ વાતને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ તેમજ માઈભક્તોએ મોહનથાળને લઈને કરવામાં આવેલા નિર્ણયની ટીકા કરી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ આ વાતને લઈ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ. તે ઉપરાંત ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓએ મૌખીક રીતે વિરોધ નોંધાવ્યો હતો.    


ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિવિધ સંગઠનોએ આપી 

આ મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે માત્ર સ્થાનિક કક્ષાએ જ માતાજીના ભક્તો નથી વિશ્વભરમાં માતાજીના ભક્તો છે અને નવરાત્રી, પૂનમ દરમિયાન દર્શનાર્થે આવતાં ભક્તો ઉપવાસ દરમિયાન ચાચરચોકમાં બેસીને ગ્રહણ કરી શકે અને વિદેશમાં પણ પ્રસાદ મોકલાવી શકાય તેવા પ્રસાદની માગ હતી. આથી લાંબો સમય સાચવી શકાય તેવા પ્રસાદ તરીકે ચીકીનો પ્રસાદ આપવામાં આવે છે. સોમનાથમાં પણ ચીકીનો પ્રસાદ મળે છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં મોહનથાળ પ્રસાદને ફરી શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો થોડા સમયમાં જ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિવિધ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.