આણંદને પ્રવિણ ચૌધરી રૂપે મળ્યા નવા કલેકટર, નર્મદા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજની કેન્દ્રમાં બદલી


  • Published By :
  • Published Date : 2023-09-21 22:34:39

આણંદ કલેકટર કચેરી કાંડ બાદ નવા કલેક્ટર તરીકે કોણ આવશે તેની ચર્ચાઓ થઈ રહી છે. જો કે રાજ્ય સરકારે આજે આણંદના નવા કલેક્ટર  તરીકે પ્રવિણ ચૌધરીની નિમણુક કરી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સેવા આપતા પ્રવિણ ચૌધરીની આણંદ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આણંદના પૂર્વ કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે અશ્લિલ હરકત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ IAS લોબીમાં હાહાકાર મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ બાદ આ મામલો સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી અને તત્કાલીન આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સસ્પેન્ડ કરી દીધા હતા.



નર્મદા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજની બદલી


નર્મદા નદીમાં પૂર આવતા ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જાતા હોબાળો મચી ગયો છે. હવે મા મામલે દોષનો ટોપલો નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજ ઢોળતા તેમની બદલી કરવામાં આવી છે.  નર્મદા વિભાગના 1997ની બેચના આઇએએસ પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજને દેશના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના UIDIA વિભાગમાં એટલે યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલની જવાબદારી મળી છે. ઉલ્લેખનિય છે કે આ બદલી થવાનું નક્કી જ હતું. કેન્દ્ર સરકારે આ બદલી અંગેનો ઓર્ડર પણ જારી કર્યો હતો. 

ઉલ્લેખનિય છે કે સરદાર સરોવર નર્મદા ડૅમમાંથી 18 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મૂકવામાં આવતા નદીમાં ભારે પૂર આવ્યું હતું જેને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નદીના સપાટી 41.50 ફૂટ વટાવતા અંકલેશ્વર તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. ભરૂચ અને અંકલેશ્વરમાં સૌથી વધુ નુકસાન થયું છે. લગભગ 55થી વધુ ગામડાંઓમાં પૂરની અસર થઈ છે. રાતના સમયે એકાએક આવી ગયેલા પૂરનાં પાણીને પગલે લોકોને પોતાની ઘરવખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો ન હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે