દેશમાં થતા લવ જેહાદ મુદ્દે પ્રવીણ તોગડિયાએ આપ્યું નિવેદન, કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-18 13:10:40

ઘણા સમયથી લવ જેહાજની વાતો થઈ રહી છે. હિંદુ છોકરીઓ મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરે તો તેને લવ જેહાદ કહેવાય પરંતુ જો મુસ્લિમ મહિલાઓ હિંદુ ધર્મનો સ્વીકાર કરે તો? વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ જિલ્લા પ્રાંતિય બેઠક મળી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપતા પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું છે. 


પ્રવીણ તોડગિયાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન!

પોતાના નિવેદનમાં પ્રવીણ તોગડિયા કહ્યું હતું કે મારી પાસે એવી માહિતી છે કે, ભારતમાં પણ કરોડ મુસ્લિમ સ્ત્રીઓ હિન્દુ ઘરોમાં આવવાની તૈયારી કરી રહી છે અનેક જગ્યાએથી એવી માહિતી મળી રહી છે. એટલે અત્યાર સુધી લવ જેહાદ હતું અને હવે એન્ટી લવ જેહાદ. પાકિસ્તાનમાંથી આવે તો વડોદરામાંથી કેમ ન આવે? અમદાવાદમાંથી કેમ ન આવે? સાવધાન હવે એન્ટી લવ જેહાદનું પૂર આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં પૂર ચાલી રહ્યું છે. હવે દેશમાં એન્ટી લવ જેહાદ પૂર ઉભુ થયું છે. 


સરકાર સમક્ષ મૂકી ચાર માગણીઓ! 

આ બેઠકમાં સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકવામાં આવી છે. જો તેમના માંગણીની વાત કરીઓ તો તેમની 4 માંગણીઓ છે. પહેલી માગણી એ છે કે  કેન્દ્ર સરકાર મુસ્લિમોની વધી રહેલી વસ્તી રોકવા માટે વસ્તી વધારાનો કાયદો કરે, એન્ટી લવ જેહાદ કાયદો કરે, ધર્માંતરણ વિરુદ્ધ કાયદો કરે અને 3 કરોડ બાંગ્લાદેશીઓને હટાવે. 

ડો.ભરત કાનાબારે આપી પ્રતિક્રિયા

આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહી છે ડો.ભરત કાનાબારે ટ્વીટમાં પહેલા જે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું તે લખ્યું અને અને નીચે લખ્યું એક કરોડ મુસ્લિમ સ્ત્રીઓ ભેગી થઇ આવું એક સરખું વિચારીને આવી જેહાદ કરે ?

આવી ઉટપટાંગ વાતો લોકોના માથા પર મારવાનો અર્થ શું ? 

દેશમાં આજકાલ “Free for all” જેવો માહોલ છે. 

જેને જે મનમાં આવે તે બોલે છે અને જ્ઞાતિ - જાતિ અને ધર્મો વચ્ચે ઝેર ફેલાવે છે. 

કમનસીબી એ છે કે આવી વાતો કરનારને કોઈ રુક જાવ કહેનાર નથી.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..