ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ તેજ, શું પ્લાન?


  • Published By : Admin
  • Published Date : 2025-03-22 18:10:18


શું 30 વર્ષ સત્તાથી દુર રહેલી કોંગ્રેસ ફરી સત્તામાં વાપસી કરશે... શું રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની દશા અને દિશા બદલી શકશે.. શું ગુજરાત કોંગ્રેસ ગણ્યા ગાંઠયામાંથી પોતાની એક ફોજ ઉભી કરી શકશે... જવાબો તો 2027ના પરિણામો પછી મળશે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે... 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે કમિટીઓ નિમી દેવામાં આવી છે... કોંગ્રેસમાં વિભિષણોનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.... હવે પછીનો કોંગ્રેસનો માસ્ટર પ્લાન શું છે તેના વિશે વાત કરીશું.

ગુજરાતમાં 30 વર્ષથી સત્તા વિનાની કોંગ્રેસને બેઠી કરવા હવે હાઈકમાન્ડ તૈયાર થઈ ગયું છે... 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન ગુજરાતમાં 8-9 એપ્રિલે યોજાય રહ્યું છે. છેલ્લા ત્રીસ વર્ષમાં કોંગ્રેસના 55 ધારાસભ્યો અને 12 સાંસદોએ પક્ષને છોડી દીધો એની સાથે બાકીના કાર્યકરો અને નેતાઓ ગયા તે અલગ. ગુજરાતમાંથી 25 ટકા કરતા વધારે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય ગયા. અને આ સાથે જ 35 વર્ષમાં કોંગ્રેસ ગુજરાતના 85 ટકા વિસ્તારોમાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે. પક્ષપલટુઓ, મજબૂત સંગઠનનો અભાવ, જુથવાદ અને મતની ટકાવારીનો સતત ઘટતો ગ્રાફ કોંગ્રેસની હાલત કફોળી કરી રહ્યો છે. આ બધા જ પડકારોની વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસને હવે બેઠુ થવાનું છે અને રાહુલ ગાંધી હમણાં જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે કહીને પણ ગયા કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે અને ગુજરાતથી જ નવી પાર્ટી બનશે.  દિગ્ગજ નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. અને હવે રેસના ઘોડાને રેસમાં અને લગ્નના ઘોડાને લગ્નમાં દોડાવવામાં આવશે. તૈયારીઓ ફુલ કરી દેવામાં આવી છે.  

એ બધાની વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. સાબરમતી રિવરફ્રન્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. દેશના જુદા-જુદા રાજ્યોને જોડતો એક સાંસકૃતિક કાર્યક્રમ હશે જેના દ્વારા ભારતની ઝાંખી દેખાડવામાં આવશે.  તો 8મી એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે વર્કિંગ કમિટીની બેઠક મળશે. તે જ દિવસે ગાંધીઆશ્રમમાં સાંજે પ્રાર્થના સભા હશે. કોંગ્રેસના સોનિયાગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિતના તમામ આગેવાનો હાજર રહેશે. અને 9મીએ AICCના પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અધ્યક્ષતા કરશે. અને કોંગ્રેસની સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીજ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ હાજર રહેશે. વરિષ્ઠ નેતાઓ અને અન્ય પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. 

કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે એ બહુ જ મહત્વપૂર્ણ વાત છે. આ અધિવેશનથી ગુજરાતના કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓને દિશા અને નવી દિશા મળશે. રાહુલ ગાંધીના નિશાને એ નેતાઓ છે જે છે તો કોંગ્રેસમાં પણ કામ ભાજપનું કરી રહ્યાં છે. હવે કોંગ્રેસમાંથી એ તમામ વિભિષણનો સફાયો કરવામાં આવશે. ચર્ચા એવી પણ છે કે રાહુલ ગાંધી ત્રણ વર્ષનો રોડમેપ કે એક્શન પ્લાન તૈયાર કરીને આપશે. ભાજપના કેટલાક વફાદાર ધારાસભ્યો તેમના નિશાના પર છે. હાલ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો અને એક સાંસદ છે. હવે એ આંકડો વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવુ કહેવાય છે કોંગ્રેસ ગુજરાતમાં હારવા માટે લડે છે પણ હવે જીત માટે લડશે. છેલ્લાં 25 વર્ષની વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં સત્તા પર ભલે ભાજપ આવે પણ કોંગ્રેસને 30% આસપાસ મત મળ્યા જ છે. ગમે તેવી લહેરમાં કોંગ્રેસના કમિટેડ મતદારો હજુ યથાવત્ છે. માત્ર 2022 વિધાનસભા ચૂંટણીમાં વોટશેર 30%થી નીચે ગયો હતો. હવે દોઢ વર્ષમાં જ 2024 લોકસભા ચૂંટણીમાં ફરી કોંગ્રેસનો વોટશેર 31.24% પર પહોંચ્યો છે. કોંગ્રેસનો એક જમાનો હતો જેને પાછો લાવવા મહેનત તો થઈ રહી છે. સૌથી મહત્વનો સવાલ એ છે કે મતદારોનો વિશ્વાસ પાછો કેવી રીતે લવાશે, કોંગ્રેસ એમની વચ્ચે જશે કેવી રીતે, શું ગેરેન્ટી આપીને મત માંગવા જશે. અને જૂથવાદનો ખાત્મો શું કોંગ્રેસમાંથી થશે ખરા. રાહુલ ગાંધી જે પણ કહીને ગયા છે તે સર્વવિદિત હકીકતો છે એ જાણ્યા પછી પણ એ પ્રમાણે કામ થશે ખરા. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .