ડોનાલ્ડ ટ્રમ્પનો "ટેરિફ" રૂપી પલટવાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-03 22:43:10

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આખરે ગઈકાલે મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે ૧:૩૦ વાગે વિશ્વના મોટા ભાગના દેશો પર રેસિપ્રોકલ એટલે કે , જેવા સાથે તેવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. આપણા ભારત પર ૨૬ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો છે. ટ્રમ્પએ આ ટેરિફ વિસ્ફોટ કરતા પેહલા સ્પષ્ટ કરી દીધું છે કે , વિશ્વના દેશો ઇચ્છતા હોય કે અમરિકા ટેરિફ હળવા કરે તો પેહલા પોતે અમેરિકન વસ્તુઓ પર લગાવવામાં આવતા ટેરિફમાં પોતપોતાના દેશોમાં ઘટાડો કરે, સાથે શૂન્ય ટેરિફ જોઈતું હોય અમેરિકામાં ઉત્પાદન કરો.તો

આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરિફ વિસ્ફોટ વિશે વિસ્તારથી... 

બીજી એપ્રિલ કે જેને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આર્થિક સ્વતંત્રતાનો દિવસ ગણે છે. આ જ દિવસ પર તેમણે વિશ્વના મોટા ભાગના દેશ પર રેસિપ્રોકલ ટેરિફ જાહેર કર્યા છે. ભારત પર તેમણે ડીસ્કાઉન્ટ સાથે ૨૬ ટકા ટેરિફની જાહેરાત કરી છે.અમેરિકન રાષ્ટ્રપ્રમુખ આ જાહેરાત કરવા માટે એક ચાર્ટ લઇને આવ્યા હતા . જેમાં એક તરફ અલગ અલગ દેશના નામ હતા તો બીજી બાજુ અમેરિકન વસ્તુઓ  લકહી હતી જેમાં કયો દેશ, કેટલો ટેરિફ લગાડે છે તે દર્શાવ્યું હતું.  





હવે અમેરિકા બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ પર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.

વાત કરીએ આપણા પાડોશી દેશમાં લાગેલા ટેરિફની વાત કરીએ તો, ચાઇના પર ૩૪ ટકા, વિયેતનામ પર ૪૬ ટકા, બાંગ્લાદેશ પર ૩૭ અને થાઈલેન્ડ પર ૩૬ ટકા લગાવવામાં આવ્યો છે.જાપાન પર આપણા કરતા ઓછો એટલેકે, ૨૪ ટકા ટેરિફ , સાઉથ કોરિયા પર ૨૫ ટકા ટેરિફ , મલેશિયા પર ૨૪ ટકા ટેરિફ લગાડાયો છે. વાત કરીએ યુરોપીન યુનિયનની તો તેની પર ૨૦ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પએ આ બધા જ ટેરિફ ડિસ્કાઉન્ટ સાથે લગાડ્યા છે. આ તમામ વચ્ચે ભારત માટે એક સારી વાત એ છે કે , ભારત પર વિયેતનામ,બાંગલાદેશ અને ચાઈના કરતા ઓછો ટેરિફ લાદયો છે. માટે હવે ભારત,અમેરિકન માર્કેટમાં ટેક્સટાઇલ અને ગારમેન્ટની સારી નિકાસ માટે માર્ગ મોકળો થશે.આ ટેક્સ્ટાઈલ સેક્ટરમાં વિયેતનામ,બાંગ્લાદેશ અને ચાઈના આપણા મુખ્ય સ્પર્ધક છે. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.