Joint Parliamentary Sessionમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન,પેપર લીક, બજેટ, ઈમરજન્સી..જેવા મુદ્દાઓ પર બોલ્યા, સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-27 15:02:59

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ વખતે સંસદથી એવા દ્રશ્યો જોવા મળ્યા જેને જોતા લાગે કે લોકશાહી જીવંત છે..! ગઈકાલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ખુરશી પર બેસાડવા ગયા હતા. પીએમ મોદી અને રાહુલ ગાંધીએ એક બીજા સાથે હાથ મિલાવ્યો હતો. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધી હતી, જેમાં તેમણે અનેક મુદ્દાઓની વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈમરજન્સીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય યુવાનો, મહિલાઓને લઈ વાત કરી હતી. 

એનડીએના ઓમ બિરલા લોકસભાના સ્પીકર બન્યા, વિપક્ષના કે. સુરેશ હાર્યા 1 - image

રાષ્ટ્રપતિએ સંસદની સંયુક્ત સભાને સંબોધી 

અઢારમી લોકસભાની રચના બાદ સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ મુર્મુનું આ પ્રથમ સંબોધન હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાને પણ અભિનંદન પાઠવીને પોતાના અભિભાષણની શરૂઆત કરી  બાદમાં ચુંટણીની વાત કરી અને કહ્યું જનતાએ સતત ત્રીજી વખત સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારી સરકારને સાતત્યમાં વિશ્વાસ છે. બાદમાં આવનાર બજેટમાં શું હશે તેનો ઈશારો કર્યો તેમણે કહ્યું કે આ સરકાર આગામી સત્રોમાં તેના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 

બજેટનો રાષ્ટ્રપતિએ બતાવી દીધો રોડમેપ!

આ બજેટ સરકારની દૂરગામી નીતિઓ અને ભાવિ વિઝનનો અસરકારક દસ્તાવેજ બની રહેશે. આ બજેટમાં મોટા આર્થિક અને સામાજિક નિર્ણયોની સાથે અનેક ઐતિહાસિક પગલાં પણ જોવા મળશે. એટલે આ વખતે બજેટમાં કઈક મોટા ફેરફાર આવશે તેવું લાગી રહ્યું છે.. બીજો એક મુદ્દો જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે અને સરકાર પર અનેક સવાલો આ મુદ્દે ઉઠયા છે એ મુદ્દો પેપર લીકનો છે. છેલ્લા થોડા દિવસોની અંદર જ પેપર લીકના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં પેપર લીકની ઘટના બની છે. 


પોતાના સંબોધનમાં પેપર લીકને લઈ કહ્યું કે... 

પેપર લીક થવાને કારણે અનેક યુવાનોના ભવિષ્ય બગડી જાય છે. મહેનત કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં આવી જાય છે. પેપર લીકને રોકવા માટે કાયદાનું પાલન કરવામાં આવ્યું છે. પેપર લીકને લઈ રાષ્ટ્રપતિએ વાત કરી હતી.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, સરકાર પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવા અને ગુનેગારોને કડક સજા આપવા માટે કટિબદ્ધ છે. અગાઉ પણ ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની છે. પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને આ મુદ્દે દેશવ્યાપી નક્કર પગલાં લેવાની જરૂર છે.

 ઈમરજન્સીનો રાષ્ટ્રપતિએ કર્યો ઉલ્લેખ 

તે સિવાય તેમણે ઈમરજન્સીની વાત કરી હતી. જ્યારે તેમણે ઇમરજન્સીની વાત કરી ત્યારે વિપક્ષે હોબાળો કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આવનારા થોડા મહિનામાં ભારત પ્રજાસત્તાક તરીકે 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. દેશમાં બંધારણ લાગુ થયા બાદ પણ અનેક હુમલાઓ થયા છે. આજે 27મી જૂન છે, 25મી જૂન 1975ના રોજ લાદવામાં આવેલી કટોકટી એ બંધારણ પરના હુમલાનો સીધો પુરાવો છે. પરંતુ દેશ આમાંથી બહાર આવ્યો. 


જ્યારે શિક્ષણ મંત્રી શપથ લેવા જઈ રહ્યા હતા ત્યારે... 

મહત્વનું છે કે આ વખતે સંસદનું સત્ર હંગામે દાર રહેવાનું છે. સંસદમાં વિપક્ષનું સારૂં એવું સંખ્યાબળ છે. તેમજ આ વખતે એનડીએની સરકાર છે. અનેક વખત સંસદમાં હોબાળો થવાની સંભાવના પણ છે. વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે.. સત્રના પ્રથમ દિવસે જ્યારે સાંસદોએ શપથ લીધી હતી અને શપથ લેવા માટે શિક્ષણ મંત્રી આવ્યા ત્યારે વિપક્ષ દ્વારા નારેબાજી કરવામાં આવી હતી. લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.