ઈ-વિધાનસભાના કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ મુર્મૂની આમંત્રણ પ્રત્રિકામાં PRESIDENT OF BHARAT લખાયું, મંત્રી ઋષિકેશ પટેલે સરકારના નિર્ણયનો કર્યો બચાવ


  • Published By :
  • Published Date : 2023-09-12 20:54:40

આપણા દેશનું નામ દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાના આરોપ વિપક્ષો કેન્દ્રની મોદી સરકાર પર લગાવી રહી છે.  જો કે બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમ  છતાં પણ હજું આ વિવાદ શાંત થતો નથી, તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હોદ્દાના સ્થાન પર President of Bharat લખવામાં આવતા મામલો ગરમાયો છે. આવતી કાલે ઇ-વિધાનસભાના લોન્ચિંગ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઇને છાપવામાં આવેલા આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના સ્થાને પ્રેસિન્ડેન્ટ ઓફ ભારત દર્શાવામાં આવ્યુ છે.



રાષ્ટ્રપતિનું ગુજરાતમાં આગમન


ગુજરાત વિધાનસભાના આમંત્રણ પ્રત્રિકામાં President of Bharat લખવામાં આવ્યું છે.ગુજરાત વિધાનસભાની કામગીરી પેપરલેસ બનાવવા માટે ઈ-વિધાનસભાનું લોન્ચિંગ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે કરવામાં આવવાનું છે. તેના માટે રાષ્ટ્રપતિ મૂર્મુ ગુજરાત આવી રહ્યાં છે. 13મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ઈ-વિધાનસભાનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમના નિમંત્રણ કાર્ડમાં પણ President of Bharat લખતા હવે દેશનું નામ બદલવાની વાતને હવા મળી છે.


પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યુ?


રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને પાઠવવામાં આવેલી આમંત્રણ પ્રત્રિકા આ અંગે સંસદિય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, 'આમંત્રણ પ્રત્રિકામા President of Bharat  લખવામાં આવ્યું છે. સનાતન સાથે જોડાયેલા ભારત શબ્દ રાજા ભરત પરથી ભારત શબ્દ આવ્યો છે. ભૂતકાળમાં ગુલામી કાળમાં જે નિશાનો હતા, તે બધા નિશાનો મિટાવીને આ નામ પોતાની પરંપરા મુજબ રાખેલું છે અને ભારત નામ સ્વાભાવિક છે. હવે અંગ્રેજી નામોની આપણે જરૂર નથી. આખા દેશમાં દરેક લોકો ભારત સાથે જોડાયેલા છે, ભારત શબ્દથી જોડાયેલા છે. જી-20માં ભારત લખાયુ છે અને હવે દરેક જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.