Russiaના President Putinને આવ્યો Heart Attack! જાણો મીડિયા રિપોર્ટમાં શું કરાઈ રહ્યા છે દાવા?


  • Published By :
  • Published Date : 2023-10-24 13:08:23

હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે ત્યારે માહિતી સામે આવી છે કે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમર  પુતીનને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રવિવારે રાતે જ્યારે તે પોતાના બેડરૂમમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક એટેક આવ્યો હતો. ડોક્ટરના પ્રયત્નોને કારણે તેમનો જીવ બચ્યો છે તેવી માહિતી પણ સામે આવી છે. 


ટેલિગ્રામ ચેનલમાં કરાયો આ દાવો 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને હાર્ટ એટેક આવ્યો હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. એક ટેલિગ્રામ ચેનલમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. પુતિનની તબિયત ખરાબ છે તેવી માહિતી છેલ્લા એક વર્ષથી સામે આવી રહી હતી. ગયા વર્ષે આવી અનેક વાતો સામે આવી છે. મહત્વનું છે આ સમાચાર ત્યારે સામે આવ્યા છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલી રહી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે