Presstonic Engineeringનો IPO પહેલા જ દિવસે 6.42 ગણો ભરાયો, રિટેલ રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ


  • Published By :
  • Published Date : 2023-12-11 15:31:24

IPOમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે વધુ એક કંપનીનો આઈપીઓ ખુલી રહ્યો છે. Presstonic Engineeringનો IPO રોકાણકારો માટે આજે ખુલતા મોટી સંખ્યામાં ઈન્વેસ્ટરોએ સબ્સક્રિપ્શન કર્યું હતું. આઈપીઓમાં આગામી 13 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. કંપની આ આઈપીઓ દ્વારા 23.30 કરોડ રૂપિયા એકત્રિત કરવા માગે છે. આઈપીઓ માટે 72 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ રાખવામાં આવી છે. આ આઈપીઓ દ્વારા 32.37 લાખ ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે.  ઉલ્લેખનિય છે કે આજે આ  IPOને લઈ રિટેલ રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ IPO પહેલા જ દિવસે 6.42 ગણો ભરાયો છે.


કેટલા રૂપિયાનું કરવું પડશે રોકાણ? 


Presstonic Engineeringના IPO માટે 1600 શેરોની લોટ સાઈઝ રાખવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 1600 શેરો અને તેના મલ્ટીપલમાં બોલી લગાવી શકે છે.  એક લોટ સાઈઝ માટે ઓછામાં ઓછા 1,15,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. sHNIsને ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જ્યારે bHNIsને ઓછામાં ઓછા 9 લોટ માટે અરજી કરવી પડશે. કંપનીમાં પ્રમોટરોનું હોલ્ડિંગ 99.97 ટકા છે. આઈપીઓ બાદ તે ઘટીને 57.99 ટકા સુધી થઈ જશે. 


ક્યારે થશે લિસ્ટિંગ?


રિપોર્ટસ મુજબ સફળ રોકાણકારોને સ્ટોકનું એલોટમેન્ટ 14 ડિસેમ્બરે થઈ જશે, જ્યારે નિષ્ફળ રોકાણકારોને 15 ડિસેમ્બરે રિફંડ મળવાનું શરૂ થઈ જશે. રોકાણકારોના એકાઉન્ટમાં શેર આ જ દિવસે ક્રેડિટ કરી દેવામાં આવશે. કંપનીના શેરોનું લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર 18 ડિસેમ્બરના રોજ થશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે