Price Hike : Diwali પહેલા વધ્યા ખાદ્યતેલના ભાવ, જાણો પ્રતિ ડબ્બે કેટલા રુપિયાનો કરાયો ભાવ વધારો?


  • Published By :
  • Published Date : 2023-11-04 12:34:13

દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવારને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવસી દરમિયાન નાસ્તો બનાવવામાં આવતો હોય છે. આ દિવસો દરમિયાન તેલનો ઉપયોગ વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળીના સેલિબ્રેશનમાં મોંઘવારી નડતરરૂપ થઈ શકે છે.  મોંઘવારીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો મધ્યમવર્ગીય પરિવારને મળ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બામાં 100 રુપિયાનો વધારો કરાયો છે. રાજકોટમાં જે ડબ્બો પહેલા 1500ની આસપાસ મળતો હતો તે હવે 1600ની આસપાસ મળશે. 

  કપાસિયા તેલ સિંગતેલ લગોલગ! ડબ્બાના ભાવ રૂ. 2400 પહોંચ્યા | Cottonseed oil  is close to cingulum oil The price of a box is Rs 2400 arrived

દિવાળી દરમિયાન ખાદ્યતેલનો વધારે હોય છે વપરાશ  

મોંઘવારી પ્રતિદિન વધી રહી છે. જે વસ્તુઓ પહેલા ઓછી કિંમતમાં મળતી હતી તે પણ આજે મોંઘા ભાવે મળી રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ  પણ સતત મોંઘી થઈ રહી છે. તહેવારના સમયે મોંઘવારી વધે છે તેની સીધી અસર મધ્યમવર્ગીય પરિવાર પર પડતી હોય છે. મોંઘવારી વધતી જાય છે જેને કારણે મધ્યમપરિવારને ભોગવવાનો વારો આવે છે. દિવાળી સમયે તેલનો વપરાશ વધારે થતો હોય છે. આ સમય દરમિયાન તેલની માગ ઘરોમાં સામાન્ય દિવસો કરતા વધારે જોવા મળતો હોય છે. ત્યારે દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે. એક જ દિવસમાં ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો ઝિંકાયો છે. 


એક જ દિવસમાં પ્રતિ ડબ્બે આટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો 

દિવાળી સમય તેલની માગ વધતી હોય છે. તહેવારને લઈ નાસ્તા વગેરે પણ બનતા હોય છે જેમાં તેલનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. તેલમાં જ નાસ્તા તળવામાં  આવે છે. ત્યારે દિવાળી પહેલા ડબ્બે 100 રુપિયાનો ભાવ વધારો કપાસિયા તેલ પર કરાયો છે. થોડા દિવસ પહેલા સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે  આજે કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયા એકસાથે વધારી દેવામાં આવ્યા છે. 1510ની આસપાસ મળતો ડબ્બો ભાવ વધારા બાદ 1610માં મળશે. સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે છે તેવી શક્યતાઓ તહેવાર સમયે ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.        


લગ્નની સિઝન દરમિયાન પણ વધી શકે છે તેલના ભાવ 

દિવાળીના તહેવાર બાદ લગ્નની સિઝન પણ શરૂ થવાની છે. લગ્નની સિઝન આવતા જ તેલની માગમાં વધારો થઈ જશે. જો ખાદ્યતેલના ભાવમાં જ વધારો થઈ જશે તો અનેક વસ્તુઓ પર આ ભાવ વધારાની સીધી અસર થશે. સિંગતેલના ભાવમાં પણ આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી