પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા કરે છે વિદ્યાર્થીઓનું મનોરંજન! સાબરકાંઠાના શિક્ષકના પ્રયાસની લોકોએ કરી પ્રશંસા, વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-28 12:38:38

શાળાનું જીવન એ બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આપણા શિક્ષકો પાસેથી આપણને જે પ્રવૃત્તિ કરવા મળી હોય, જે શીખ મળી હોય, જેવા અનુભવો થયા હોય, સારા કે ખરાબ તે આજીવન યાદ રહી જતા હોય છે. મારા, તમારા સૌના એવા કિસ્સાઓ, અનુભવો હશે જેને યાદ કરી આપણા ચહેરા પર મુસ્કાન આવી જાય તો ક્યારેક આંખના ખૂણા પણ ભીના થઈ જતા હોય છે.ચાણક્યજી કહેતા હતા કે શિક્ષક કોઈ દિવસ સામાન્ય નથી હોતો, પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળામાં રમતા હોય છે.

ખુલ્લા મેદાનમાં શિક્ષક બાળકો સાથે કરે છે ડાન્સ

ત્યારે થોડા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં શિક્ષણની કથળતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ આ ન્યુઝમાં આ અંગે વાત નથી કરવી. વાત કરવી છે એવા શિક્ષકની જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષક સ્કૂલમાં પોઝિટિવ વાતાવરણ ઉભું થાય તે માટે તેઓ ખુલ્લા મેદાનમાં બાળકોને ભેગા કરે છે. અને તેમને ગીતો ગવડાવે છે અને તેમની સામે ડાન્સ કરે છે. 


ગમ્મત સાથે જ્ઞાન પિરસવાની કોશિશ કરતા શિક્ષક 

રાજ્યમાં શિક્ષણની કથળતી સ્થિતિ પર જ્યારે આટલા દિવસોથી ચર્ચા થઇ રહી છે ત્યારે આ વિવાદો અને શિક્ષણના અભાવો વચ્ચે વાત એક એવા શિક્ષકની જે સકારાત્મકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. શિક્ષણની પરિસ્થિતિની વાસ્તવિક્તા હમેશાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વાસ્તવિક્તા ઘણી વખત અમને દુખી કરી દે છે, પરંતુ એવા શિક્ષકો પણ છે જે ગમ્મત સાથે જ્ઞાન પિરસવાનું કામ કરતા હોય છે. બાળકને શિક્ષણ બોજરૂપ ન લાગે તે માટે શિક્ષણને સહેલું કરી તેમને સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે. 


શાળામાં ડાન્સ કરી વિદ્યાર્થીઓના એન્ટરટેનર બને છે શિક્ષક 

ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી એક પ્રાથમિક શાળાનો છે. આ શાળામાં હિતેશ પટેલ કરીને એક શિક્ષક છે જે આમતો વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે પરંતુ તેઓ ક્યારેક બાળકોના એન્ટરટેઇનર પણ બની જાય છે.. શાળામાં સતત ભણતા બાળકો થોડું હળવું મહેસૂસ કરે બાળકો અને શિક્ષકો વચ્ચે એક પોઝિટિવ વાતાવરણ ઉભુ થાય એ માટે તેઓ ખુલ્લા મેદાનમાં બાળકોને ભેગા કરે છે. અને તેમને ગીતો ગવડાવે છે અને તેમની સામે ડાન્સ કરે છે. 


સુંદર પ્રવૃત્તિના સમાચાર પહોંચાડવાની પણ છે જવાબદારી 

આ વીડિયોમાં શિક્ષક હિતેશ પટેલ ડાન્સ કરીને બાળકોનું મનોરંજન કરીને તેમને સ્કૂલે આવવા માટે પ્રેરિત કરે છે. અને તમે કદાચ કહેશો કે આવું તો બધા શિક્ષકો કરે પણ એવું કરવાવાળા શિક્ષકો છે કેટલા? કેટલા એવા શિક્ષકો હશે જે ભણાવવાની નોકરીને ફક્ત નોકરી તરીકે ન લે, પરંતુ જે તેમની પાસે બાળકો ભણવા આવે છે તેમની માનસિકતા સમજે, તે મુજબ ભણતરનો ભાર હળવો કરવાનો પ્રયાસ કરે. આ સમાચાર તેમજ વીડિયો તમારી સામે લાવવાનો ઉદ્દેશ્ય એક જ  છે કે જો અમે માધ્યમ તરીકે કોઇ ક્ષેત્રમાં ચાલતી ગેરરિતીઓને તમારી સામે મુકતા હોઇએ તો કોઇ ક્ષેત્રમાં ચાલી રહેલી સુંદર પ્રવૃત્તિઓને પણ તમારી સામે અમારે લાવવી જોઇએ.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.