વડાપ્રધાન ભાજપ સાથે કોંગ્રેસનો પણ કરી રહ્યા છે પ્રચાર - ઈસુદાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:43:32

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી લડાવાની છે. મતદારો સુધી પહોંચવા દરેક પાર્ટી પ્રયત્ન કરી રહી છે. પોતાના પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી એક બીજા પર આરોપ લગાવતા હોય છે. આપ અને ભાજપ વચ્ચે આ સામાન્ય બની ગયું છે. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. જેના પર ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને જીવંત રાખવાનું કામ પીએમ મોદી કરી રહ્યા છે. જો થોડી સીટ પણ કોંગ્રેસ જીતે તો ભાજપ કોંગ્રેસના MLAને ખરીદી શકે.

વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે - ઈસુદાન 

ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડવા અનેક સ્થળો પર જનસભા પણ સંબોધી હતી. પોતાના પ્રચાર દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ નવી રણનીતિ બનાવી લોકોને ભ્રમિત કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. આ વાત પર આપે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો હતો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં છે જ નહીં. વડાપ્રધાન ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવા માગે છે. 27 વર્ષથી ભાજપ એટલા માટે સત્તા પર છે કારણ કે જ્યારે પણ જરૂરત હોય છે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યને ખરીદી લે છે.


કોંગ્રસના ધારાસભ્યોને ખરીદી ભાજપ સત્તા પર આવે છે - ઈસુદાન

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની જનતા હવે જાણી ગઈ છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઆઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ વિરૂદ્ધ આંદોલન કરનાર આંદોલનકારી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. એનો મતલબ સાફ છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓને ડરાવી, ધમકાવીને ભાજપમાં સામેલ કરી રહી છે. પણ આ વખતે ગુજરાતની જનતાએ મન મનાવી લીધુ છે કે ભાજપ કે કોંગ્રેસ આ વખતે સત્તામાં આવશે નહીં આમ આદમી પાર્ટી જ આવશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે