નવરાત્રી દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 12:19:45

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  વડાપ્રધાન તેમજ અમિત શાહ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતમાં આવીને જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવાના છે.

પીએમ મોદી પાંચ દિવસના ગુજરાત પ્રવાસે  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 29,30 સપ્ટેમ્બરે તેમજ 9થી 11 ઓક્ટોબર દરમિયાન વડાપ્રધાન 12 જનસભાને સંબોધવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે. નવરાત્રી દરમિયાન તેઓ શક્તિપીઠ અંબાજીના દર્શન પણ કરવાના છે.

પ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શન માટે 12 મે સુધી બંધ રહેશે, કોરોના સંક્રમણને લઇ  લેવાયો નિર્ણય | Ambaji temple closed doors for devotees till may 12 | TV9  Gujarati

વડાપ્રધાન મોદીનો શિડ્યુલ

29 અને 30 સપ્ટેમ્બરના રોજ પીએમ સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે છે. તે બાદ 9 ઓક્ટોબરના રોજ મોડાસાના પ્રવાસે જઈ શકે છે. 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચના પ્રવાસે છે અને 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે છે.

શરૂ થયો ચૂંટણી પ્રચારનો દોર

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે જ્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણી પ્રચાર કરવાની છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે