આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી! કરોડોના વિકાસ કામોનું કરશે લોકાર્પણ તેમજ શિલાન્યાસ! જાણો શું છે સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2023-05-11 16:26:22

આવતી કાલે ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યોનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરવાના છે. ત્યારે પીએમ મોદીના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના 29મા રાષ્ટ્રીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રાથમિક શિક્ષક સંઘનું સંમેલન 13 મે સુધી ગિફ્ટ સિટીમાં યોજાઈ રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી પણ હાજર રહેશે. આ સંમેલનમાં 91 હજાર પ્રતિનિધિ હાજર રહેશે.


2 હજાર 452 કરોડના રાજ્યલક્ષી કાર્યોનું કરશે ખાતમૂહુર્ત અને લોકાર્પણ!

સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 હજાર 452 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ કામોમાં શહેરી વિકાસ વિભાગના 1 હજાર 654 કરોડના, વોટર સપ્લાય વિભાગના 734 કરોડના, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના 39 કરોડ અને ખાણ અને ખનિજ વિભાગના 25 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે. શહેરી વિકાસ વિભાગ અમદાવાદના બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં STP અને રાઈઝિંગ મેઈનનું લોકાર્પણ કરશે. 


દહેગામમાં ઓડિટોરિયમનું કરશે લોકાર્પણ!

તે સિવાય દહેગામમાં ઓડિટોરિયમ અને અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવાના છે.  આ સાથે શહેરીવિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદમાં ગોતા ખાતે અને અમરાઈવાડીના નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નરોડા પાટિયાને જોડતા ફ્લાયઓવર બ્રિજ, વાડજ સતાધાર જંક્શનનો ફોરલેન ફ્લાયઓવર અને એએમસીના ટીપીનું ખાતમુહૂર્ત કરવાના છે. આ સિવાય પ્રધાનમંત્રી અનેક વિભાગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ-વાપીની મુલાકાત લીધી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે