માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે પ્રધાનમંત્રી મોદી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:20:10

ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અનેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તમામ નેતાઓનું ધ્યાન ગુજરાતની જનતાને પોતાની તરફ આકર્ષવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડિંડોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 1 નવેમ્બરે મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. 


માનગઢ હિલ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 

1 નવેમ્બરે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવી રહ્યા છે. માનગઢ હિલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે ચર્ચાઓ ઉઠી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરી શકે છે. માનગઢ હિલ સાથે આદિવાસી સમાજના લોકોની આસ્થા અને અસ્મિતા જોડાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે લડત કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પણ નજીક છે અને પ્રધાનમંત્રી પણ આવી રહ્યા છે તો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. 


કેમ આદિવાસીઓ માનગઢ હિલ માટે કરી રહ્યા છે લડત?

પંજાબમાં 13 એપ્રિલ 1919માં જેમ જલિયાવાલા હત્યાકાંડ થયો હતો તેમ ગુજરાતમાં પણ હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડ અંગ્રેજોએ આદિવાસીઓ પર ગોળીઓ ચલાવીને કર્યો હતો. આદિવાસી લોકોએ 1913માં ગોવિંદ ગુરુની આગેવાનીમાં અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ થઈ હતી. ગોવિંદ ગુરુએ અંગ્રેજોના અત્યાચાર સામે ભગત આંદોલન ચલાવ્યું હતું જેને દબાવવા માટે અંગ્રેજોએ આદિવાસી લોકો પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં અનેક આદિવાસી લોકો શહીદ થયા હતા. 


ભાજપ આદિવાસીઓને આકર્ષવા કરી રહી છે પ્રયાસ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ગુજરાતમાં આદિવાસીઓની સંખ્યા મોટી માત્રામાં છે. ગુજરાતની દક્ષિણનો પટ્ટો અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદનો જે પટ્ટો છે તેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ગુજરાત સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે જમીનોનું સંપાદન કર્યું હતું જેમાં આદિવાસીઓની જમીનો સરકારે માગી હતી અને અમુક જમીનો સરકારે લઈ લીધી હતી તેવું આદિવાસીઓનું કહેવું છે. પોતાની જમીનો પર સરકારે કબજો કર્યો છે તેવું આદિવાસીઓનું માનવું છે આથી તેઓ સરકારથી નારાજ છે. પાર તાપી લિંક પ્રોજેક્ટ મામલે પણ સરકારને આદિવાસીઓ પાસેથી જોઈએ તેવું વલણ નહોતું મળ્યું. જમીનોનું સંપાદન થયું ત્યારે આદિવાસી લોકો સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તો સરકાર સામે ઝુંબેશ ઉઠાવી હતી. 


કુદરતે માનગઢ હિલને આપી છે સૌંદર્યની ભેટ

માનગઢ હિલ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર છે. માનગઢ હિલને કુદરતે કુદરતી સૌંદર્યની ભેટ આપી છે. 1913ની અંદર ગોવિંદ ગુરુની આગેવાનીમાં અહીં અંગ્રેજો સામે લડત આપવાની યોજનાઓ ઘડાઈ હતી. ગુજરાતના માનગઢ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યા કાંડ કરતા પણ  મોટો નરસંહાર છે. જલિયાવાલા બાગ કાંડના પહેલા પાંચ વર્ષ પહેલા આદિવાસીઓનો નરસંહાર થયો હતો તે માનગઢ હિલને અંગ્રેજોથી બચાવવા માટે જ થયો હતો. 


ત્યારે હવે ટૂંક સમયની અંદર જ આચાર સંહિતા જાહેર થઈ જશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓને કેટલી મનાવશે અને કેવી રીતે આદિવાસીઓના મતોને પોતાના પક્ષમાં ખેંચી શકશે તે જોવાનું રહેશે. 

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.