ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે. અમદાવાદની 21 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. રાણીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.રાણીપ આવેલી નિશાને સ્કુલમાં તેઓ સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતેથી મતદાન કર્યું છે.
રાણીપની શાળાથી પીએમ મોદીએ કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા પહોચ્યા તે પહેલા તેઓ ચાલીને નિશાંત સ્કુલ ખાતે પહોંચ્યા હતા. તેઓ જ્યારે ચાલતા જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઉભા રહી ગયા હતા. ઉપરાંત મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા. વડાપ્રધાન મોદીના ભાઈનું ઘર ત્યાં આવેલું છે જેને કારણે તેઓ રાણીપ ખાતે આવી મતદાન કરે છે.