પ્રધાનમંત્રી મોદી લોથલના વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:08:53

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ કલાકે લોથલના નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષના સાઈટવર્ક પ્રોગ્રેસની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રોજેક્ટની સમીક્ષા કરશે અને સંબોધન પણ કરશે. 


લોથલ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે

લોથલ આપણો ઐતિહાસિક વારસો છે. ગુજરાતના લોથલને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. 3500 કરોડના ખર્ચે વિકસતા પ્રોજેક્ટની શરૂઆત માર્ચ 2022માં કરવામાં આવી હતી. 


નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષમાં શું હશે?

આ પ્રોજેક્ટ અંતર્ગત લોથલ ખાતે ચાર થીમ પાર્ક- મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઈમ અને નેવી થીમ પાર્ક, ક્લાઈમેટ થીમ પાર્ક અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક બનાવવામાં આવશે. અહીં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ; હડપ્પન સમયથી શરૂ કરીને અત્યાર સુધી ભારતના દરિયાઈ વારસાને પ્રકાશિત કરતી 14 ગેલેરીઓ; રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વૈવિધ્યસભર દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતું દરિયાકાંઠાના રાજ્યોના પેવેલિયન પણ બનાવવામાં આવશે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે