નવરાત્રી દરમિયાન વડાપ્રધાન મોદી લેશે મા અંબાના આશીર્વાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:49:03

હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીમાં મંદિરે જઈ માતાજીના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એમાં પણ જો નવરાત્રીમાં શક્તિ પીઠના દર્શનનો અવસર મળે તો સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગે. નરેન્દ્ર મોદી પણ શક્તિના ઉપાસક છે. હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ શક્તિ પીઠ અંબાજીના દર્શન માટે જવાના છે. એવું માનવામાં આવે છે માતા સતીનું હ્દય આ સ્થાનકે પડ્યું હતું. જેને કારણે આ શક્તિપીઠનું મહાત્મય વધી જાય છે. અંબાજી ખાતે તેઓ દર્શન અને પૂજા કરશે તથા મહાઆરતી પણ ઉતારશે. અંબાજી પર વડાપ્રધાનને અખૂટ વિશ્વાસ છે. વડાપ્રધાન બન્યા તે પહેલા પણ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત માના આશીર્વાદ લેવા, શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હતા. આવો જોઈએ અંબાજી ખાતે જોડાયેલી તેમની યાદોને વિવિધ તસ્વીરો દ્વારા.

Shri Narendra Modi offers prayers at Ambaji Temple    

PM Modi's dream of seeing 51 Shakti Peeth temples in Ambaji came true |  PiPa News

Shri Narendra Modi offers prayers at Ambaji Temple

Shri Narendra Modi offers prayers at Ambaji Temple - YouTube



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે