પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું
- Published By : Payal rathod
- Published Date : 2022-10-11 20:07:27
મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલના પ્રાંગણમાં બનેલા શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકાલની પૂજા પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારતક મેળાની જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
શું છે શ્રી મહાકાલ લોક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોરાથી બનેલા શિવલિંગને લોકો સમક્ષ ખુલ્લું મૂક્યું હતું. તેને મહાકાલ લોકનું પ્રતિક સ્વરૂપ માનવામાં આવે છે. રક્ષાસૂત્રથી બનેલા 16 ફુટ ઉંચા શિવલિંગનું અનાવરણ અને લોકાર્પણ કરાયું હતું.
મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીએ પૂજા કરાવી
પંડિત ઘનશ્યામ મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી છે. તેમનો પરિવાર વારસાગત રીતે મહાકાલની પૂજા કરતો આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી પંડિત ઘનશ્યામે પૂજા કરાવી હતી.
ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
2025-09-08 14:52:58