વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી કરશે ભાજપનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-05 11:52:15

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 

ભુપેન્દ્ર

પીએમ અનેક જનસભાઓમાં કરશે ગર્જના 

ચૂંટણીની તારીખ જાહેર થઈ તે બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવે છે. ભાજપના તેઓ સ્ટાર પ્રચારક ગણાય છે. તેમના ચહેરાથી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે. ગુજરાતના પ્રવાસે આવી ભાવનગરમાં આયોજીત સમૂહલગ્નમાં હાજરી આપવાના છે. સમૂહ લગ્નમાં હાજરી આપ્યા બાદ તેઓ સુરેન્દ્રનગર તેમજ વલસાડમાં જનસભા સંબોધવાના છે. 

પ્રવાસમાં માત્ર કરી શકશે પ્રચાર 

ગુજરાતમાં ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદીએ સ્વયં પ્રચારની કમાન સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા તેમના આંટાફેરા  ગુજરાતમાં વધી ગયા છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેઓ ગણાવે છે. ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થતા તેઓ ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ નહીં આપી શકે. આ વખતે તેઓ માત્ર પ્રચાર જ કરી શકશે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની  મુલાકાતે આવશે | Delhi CM Kejriwal likely to visit Gujarat tomorrow, joins  power agitation - Divya Bhaskar

આપ અને કોંગ્રેસ પણ કરી રહી છે પ્રચાર 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે જ્યારે કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે