પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્ય પથનું લોકાર્પણ કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:24:31

કેન્દ્રમાં NDAની સરકાર આવ્યા બાદ વિવિધ સ્થળોનું નામ બદલી તે સ્થળને નવી ઓળખ આપવામાં આવી રહી છે. ત્યારે 26મી જાન્યુઆરીના દિવસે જે સ્થળે પરેડ નિકળતી હોય તે સ્થળ એટલે રાજ પથને નવી ઓળખ મળી છે. રાજ પથ હવેથી કર્તવ્ય પથથી ઓળખાશે. 


પીએમ મોદીનો આજનો કાર્યક્રમ

કર્તવ્ય પથનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે. સાંજે 7:00 વાગે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું લોકાર્પણ કરશે. 7:10એ વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટ પહોંચશે. તે બાદ 7:25 વાગ્યે કામદારો સાથે સંવાદ કરશે. જે બાદ કર્તવ્ય પથનું લોકોર્પણ 7:30 ક્લાકે કરશે. 7:40 વાગ્યે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે અને 8:02 ક્લાકે વડાપ્રધાન મોદી સંબોધન કરશે. અગાઉ આ સ્થળ પર જ્યોર્જ પંચમની મૂર્તિ હતી જે હટાવીને સુભાષચંદ્ર બોઝનું પ્રોજેક્ટર સ્ટેચ્યૂ રાખવામાં આવ્યું હતું.


ચાલો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની માહિતી મેળવીએ

કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનની જાહેરાત કરી હતી, જે પૂર્ણ થવા જઈ રહ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત જૂની ઈમારતો તોડી તેનું પુન નિર્માણ કરવામાં આવ્યું છે. આ યોજનામાં અંતર્ગત નવું સંસદ ભવન, પ્રધાનમંત્રી આવાસ, ઉપરાષ્ટ્રપતિ આવાસ સહિત તમામ સરકારી વિભાગો અને મંત્રાલયો બનાવામાં આવ્યા છે. અંદાજીત 20,000 કરોડના ખર્ચે થનારો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજીત 10,000 કરોડના ખર્ચે નવું સંસદ ભવન નિર્માણ પામ્યું છે. 64,500 વર્ગ મીટરમાં આ નવું સંસદ ભવન જૂના ભવન કરતા વધારે મોટું હશે. ત્રિકોણ આકારમાં બનેલા સંસદ ભવનમાં લોકસભામાં 888 સાંસદ અને રાજ્યસભામાં 384 સાંસદોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 


કર્તવ્ય પથની વિશેષતા 

3,90,000 સ્ક્વેર ગ્રીન એરિયામાં આ પથ વિસ્તરેલો છે. તે ઉપરાંત સામાન્ય જનતા પણ આ પથની મુલાકાત લઈ શકે તે માટે 16.5 કિલો મીટરનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. લાલ પથ્થરનો ઉપયોગ આ રસ્તાના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. પૂરા રસ્તા પર 974 લાઈટ પોલ પણ લગાવવામાં આવ્યા છે. પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે આખો પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1.1 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 4087 વૃક્ષોની જાળવણી કરવામાં આવી છે. કુલ ચાર અંડરપાસ બનાવાયા છે. બે જનપથ તરફ અને બે અંડરપાસ સી-હેક્સાગનને જોડતો બનાવામાં આવ્યા છે. ઉપરાંત રાહદારીઓને અગવડના પડે તે માટે 16 પુલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 


મહિલા સશક્તિને અપાશે પ્રોત્સાહન 

દેશની પ્રગતિમાં મહિલાઓ દ્વારા અપાતા યોગદાનને પણ યાદ કરવામાં આવ્યું છે. ઈતિહાસની મહિલાઓને યાદ કરવા નવા સંસદ ભવનની દિવાલો પર દેશની 75 પ્રતિષ્ઠિત મહિલાઓના પેઈન્ટિંગ લગાડવામાં આવશે. મહિલા સશક્તિ કરણને પ્રોત્સાહિક કરવા ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવતી મહિલાઓ એવા દ્રોપદી, સીતા, અહિલ્યાબાઈની, રઝિયા સુલતાન તેમજ અનેક પ્રસિદ્ધ મહિલાઓના પેઈન્ટિંગને  લગાડવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.