Priyanka Gandhi અને Arvind Kejriwalની વધી મુશ્કેલી, જાણો BJPની કઈ ફરિયાદને લઈ બન્ને નેતાઓને પાઠવવામાં આવી નોટિસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-15 12:30:10

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે જેની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. રેલી કે જનસભાને સંબોધિત કરતી વખતે બીજા પર ટિપ્પણી કરતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી વિરૂદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી જેને લઈ તે બંનેને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ નોટિસ બીજેપી દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર કરવામાં આવી છે. 

બીજેપીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ 

ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યત્વે જોવા મળ્યું છે કે પ્રચારકો પોતાની પાર્ટીના વખાણ કરે છે અને બીજી પાર્ટીએ કયા કામો નથી કર્યા તે ગણાવે છે. ત્યારે રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીઓના પ્રચારકો દ્વારા એકબીજા પર શાબ્દીક પ્રહારો કરે છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે તે બધા વચ્ચે ચૂંટણી પંચે પ્રિયંકા ગાંધી તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે. બીજેપી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં રાખી આ નોટિસ આપવામાં આવી છે. 

Election Commission Sends Notices To Priyanka Gandhi, Arvind Kejriwal Over  Remarks On PM Modi

પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલને પાઠવવામાં આવી નોટિસ 

પાર્ટીએ ફરિયાદ કરી હતી કે પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં મધ્યપ્રદેશમાં એક ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી વિશે ખોટા અને અપ્રમાણિત નિવેદનો આપ્યા હતા. એક રેલીમાં પ્રિયંકાએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ)નું ખાનગીકરણ કર્યું છે. તે ઉપરાંત બીજેપીએ આમ આદમી પાર્ટી વિરૂદ્ધ પણ ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટને લઈ આપને 16 નવેમ્બર સાંજે સાત વાગ્યા સુધીમાં જવાબ આપવો પડશે જ્યારે પ્રિયંકા ગાંધીને પણ જવાબ આપવા માટે 16 નવેમ્બર આપવામાં આવી છે. 

ચૂંટણી પંચ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને પાંચ રાજ્યોના મુખ્ય સચિવો અને આરોગ્ય  સચિવો સાથે વિધાનસભા ચૂંટણીઓ અંગે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજશે.

જો નિર્ધારિત સમયની અંદર જવાબ નહીં આપવામાં આવે તો...

આમ આદમી પાર્ટીને પણ બીજેપીની ફરિયાદના આધારે નોટિસ પાઠવવામાં આવી છે. અરવિંદ કેજરીવાલને પણ પંચે નોટિસ પાઠવી છે. 10 નવેમ્બરના રોજ ભાજપે આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોને અસ્વીકાર્ય અને અનૈતિક ગણાવ્યો હતો અને પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં એવું પણ જણાવ્યું કે જો નિર્ધારિત સમયની અંદર કોઈ પ્રતિક્રિયા આપવામાં નહીં આવે  તો એવું માની લેવામાં આવશે કે તમારે આ બાબતે કંઈ કહેવું નથી. આ મામલે ચૂંટણી પંચ યોગ્ય કાર્યવાહી કરી શકે છે.  


સોશિયલ મીડિયા પર પણ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવે છે પ્રચાર 

મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ દ્વારા સોશિયલ મીડિયા પર પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પાર્ટીઓ દ્વારા વીડિયો શેર કરવામાં આવે છે જેમાં બીજી પાર્ટી પર પ્રહારો કરવામાં આવે છે! ભાજપ દ્વારા વીડિયો શેર કરવામાં આવે છે તો આપ તેમજ કોંગ્રેસ દ્વારા પણ વીડિયો શેર કરી બીજી રાજકીય પાર્ટીઓ પર પ્રહારો કરવામાં આવે છે!   

 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..