પ્રિયંકા ગાંધીની તબિયત લથડી, નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા


  • Published By :
  • Published Date : 2024-02-19 19:21:48

કોંગ્રેસના અગ્રણી નેતા પ્રિયંકા ગાંધીની તબિયત લથડતા તેમને સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા સુત્રોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ડિહાઈડ્રેશન અને પેટમાં ઈન્ફેક્શનનાં કારણે પ્રિયંકા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ઈલાજ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. 


16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું


આ અગાઉ પ્રિયંકા ગાંધીએ 16 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કર્યું હતું કે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હોવાની જાણકારી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે "હું ખૂબ જ આતુરતાથી ઉત્તર પ્રદેશમાં ભારત જોડા ન્યાય યાત્રાના પહોંચવાની રાહ જોઈ રહી હતી. પરંતું બિમારીના કારણે મારે આજે જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, સાજી થતાં જ હું ફરીથી યાત્રામાં જોડાઈ જઈશ. અત્યાર સુધી ચંદોલી-બનારસ પહોંચેલા તમામ યાત્રિકો, સપુર્ણ તાકાતથી યાત્રાની તૈયારીમાં લાગી જાઓ, ઉત્તર પ્રદેશમાં મારા સહયોગી અને વ્હાલા ભાઈઓને શુભકામનાઓ પાઠવું છું". 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .