EDની ચાર્જશીટમાં Priyanka Gandhiનું નામ, આ મોટા જમીન કૌભાંડમાં નામ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 12:53:13

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી શકે છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમનું નામ એક આરોપી સાથે સંબંધિત જમીનના સોદાના સંદર્ભમાં દાખલ કરવામાં આવી છે.

ચાર્જશીટમાં પહેલી વખત પ્રિયંકા ગાંધીના નામનો કરાયો ઉલ્લેખ  

સમગ્ર મામલાની વાત કરીએ તો 22 નવેમ્બરે EDએ હથિયારોના વેપારી અને લંડનમાં રહેતા સંજય ભંડારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સંજય ભંડારી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના નજીકના હોવાનું માનવામાં આવે છે. તપાસ એજન્સી 2018થી વાડ્રા અને ભંડારી વચ્ચેના કથિત સંબંધોની તપાસ કરી રહી છે. ઇડીએ આ જણાવ્યું કે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ મારફતે હરિયાણામાં જમીન ખરીદી હતી. આ એજન્ટે એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને જમીન પણ વેચી હતી.

priyanka gandhi robert vadra

તપાસ એજન્સીના ડરથી ભંડારી ભાગી ગયો હતો વિદેશ 

EDનું કહેવું છે કે વાડ્રા અને સંજય ભંડારી વચ્ચે સારા સંબંધો છે. બંન્ને જણા એક સમાન બિઝનેસ કરે છે. આ એક મોટો કેસ છે, જે સંજય ભંડારી સાથે જોડાયેલો છે. ભંડારી વિરૂદ્ધ અનેક તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેને કારણે તે વિદેશ ભાગી ગયા. મની-લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને બ્લેક મની કાયદા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન માટે ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓના ડરથી તે ભારત છોડીને 2016માં જ બ્રિટન ભાગી ગયો હતો. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.