હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા પ્રિયંકા ગાંધીએ સંભાળી પ્રચારની કમાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-04 18:15:13

હિમાચલ પ્રદેશમાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. હાલ હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે ત્યારે આવનાર સમયમાં કોંગ્રેસની સત્તા આવે તે માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશના કાંગડા ખાતે જનસભાને સંબોધી હતી. પરિવર્તન પ્રતિજ્ઞા રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હિમાચલ પ્રદેશ માટે કોંગ્રેસે સ્લોગન આપ્યું છે: હિમાચલ કા રિવાજ જારી હૈ, હિમાચલ મે ફીરસે કોંગ્રેસ આ રહી હૈ.


પ્રિયંકાએ પ્રચારમાં ગણાવ્યા કોંગ્રેસના કામો

ગુજરાતમાં પણ આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશ ખાતે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પ્રિયંકાની રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોતાના સંબોધનમાં પ્રિયંકાએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ કામોને ગણાવ્યા હતા. 


સરકાર બનતા જ લાગુ કરાશે જૂની પેંશન યોજના    

રોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બનતા જ બેરોજગારોને રોજગારી આપવામાં આવશે. છત્તીસગઢ તેમજ રાજસ્થાન સરકારના ઉદાહરણો તેમણે આપ્યા હતા. ઉપરાંત કેબિનેટની પહેલી બેઠકમાં જ જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે વિચારણા કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.       



એક તરફ અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરી છે.. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે..

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.