Geniben Thakor અને ચંદનજી ઠાકોર માટે Priyanka Gandhi કરશે પ્રચાર, Banaskanthaના લાખણીમાં સંબોધશે જનસભા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 10:30:26

ગુજરાતમાં ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે... તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પોતાના ઉમેદવારના સમર્થન માટે રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે અને સભાને સંબોધી રહ્યા છે... ત્યારે બનાસકાંઠા તેમજ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે.. બનાસકાંઠાના લાખણીમાં તેઓ જનસભાને સંબોધવાના છે...


ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર 

લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રચારની કમાન સંભાળવામાં આવી છે... પહેલી અને બીજી મેના રોજ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા.. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને તેમણે સંબોધી.. બનાસકાંઠામાં પીએમ મોદીની જનસભા હતી તેનો ઉલ્લેખ અનેક વખત ગેનીબેન ઠાકોરે કર્યો.... ત્યારે ગેનીબેન તેમજ ચંદનજી ઠાકોરના પ્રચાર માટે  પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં સભાને સંબોધવાના છે..


ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં બનાવ્યો છે માહોલ!

મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા અનેક વખત થતી હોય છે... ગેનીબેન દ્વારા ચૂંટણીને લઈ માહોલ બનાવવામાં આવ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.... ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતું નિવેદન પણ અનેક વખત ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે.. આ બેઠક પર બંને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપી છે.. ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના લોકો કોને મત આપી સંસદ પહોંચાડે છે...     



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.