પ્રિયંકા ગાંધી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 12:35:28

ગુજરાતમાં ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ ગુજરાત ચૂંટણી નજીક આવતા સક્રીય થઈ છે. કોંગ્રેસમાં હલચલ દેખાઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી વડોદરામાં ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી શકે છે. ઉપરાંત આણંદમાં મહિલા સંમેલનમાં પણ ભાગ લઈ શકે છે. 

Priyanka Gandhi to start virtual poll campaign from Saturday

ભાજપ અને આપ બાદ કોંગ્રેસ શરૂ કરશે ચૂંટણી પ્રચાર

વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ પ્રચારમાં લાગી ગયો છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રસે પણ ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ અમદાવાદમાં જન સભા સંબોધી હતી. ત્યારે પ્રિયંકા ગાંધી વડોદરા ખાતે ચૂંટણી પ્રચાર કરવાના છે. આમ આદમી પાર્ટી, ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. ત્યારે પ્રિયંકા ગાંધીની મુલાકાતને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.    



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..