પ્રગતિ , મુસ્કાન .... લગ્ન સંસ્થાની શરૂવાત કેમ બને છે જીવનનો અંત! પુરુષોમાં ડરનો માહલો!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-26 18:05:41


ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, જેમાં પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની અપેક્ષા રાખવામાં આવે છે. હમણાં જેવી ઘટનાઓ બની છે  આ પવિત્ર બંધનની પરિભાષાને જ બદલી નાખી છે. પત્નીઓ દ્વારા પતિની  બર્બર હત્યાના કિસ્સાઓએ સમાજને સ્તબ્ધ કરી દીધો છે. પ્રગતિ, મુસ્કાન, આફતાબ જેવા કેસ અને છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી સમાન ઘટનાઓએ એક મોટો સવાલ ઉભો કર્યો છે અને એ આખી વ્યવસ્થા પર પણ કારણકે દરેક માણસ એ સ્ત્રી હોય કે પુરુષ એ ડરમાં છે કે લગન કરવા કે નહીં મીમ પણ એવા બની ગયા છે અરેન્જ મેરેજ કરી લઈએ પણ જો એ મુસ્કાન જેવી નિકડી તો તો વિસ્તારથી ડેકોડ કરીએ આ ગંભીર સમસ્યા અને કેમ લોકોની માનસિકતા બદલાઈ એ વિષે 


15 દિવસમાં પત્નીએ પતિની ગેમ ઓવર કરી નાખી! 

ઉત્તર પ્રદેશમાં હમણાં જ  પ્રગતિ નામની મહિલાએ લગ્નના માત્ર 15 દિવસમાં જ પોતાના પતિની હત્યા કરી નાખી. તેના પ્રેમી સાથે મળીને ઘડાયેલી આ યોજનામાં પતિને મારી નાખવાનું કારણ હતું પ્રેમી સાથેનું સંબંધ. અને આ વયસે વરસા છે અત્યારે મુસ્કાન પ્રગતિના કેસ આવ્યા આની પહેલા આફતાબનો કેસ ખૂબ ચર્ચામાં હતો..  



પ્રગતિના કેસ પહેલા ક  મુસ્કાન રસ્તોગી: નિર્દયતાની પરાકાષ્ઠા પર કરી દીધી હતી 

મેરઠમાં મુસ્કાન રસ્તોગીએ પોતાના પતિ સૌરભ રાજપૂતને ડ્રગ્સ આપીને બેભાન કર્યો, પછી પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને તેને મારી નાખ્યો . શરીરના ટુકડા કરીને સિમેન્ટથી ભરેલા ડ્રમમાં છુપાવી દીધું. આ ઘટના 4 માર્ચ, 2025ના રોજ બની અને 18 માર્ચે ખુલાસો થયો. મુસ્કાનના માતા-પિતાએ પણ તેની સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને કડક સજાની માગણી કરી. આ કેસમાં ડ્રગ્સની લત અને અંધશ્રદ્ધાની વાર કરવામાં આવે છે એની પહેલા આટલો જ કરુર કિસ્સો  આફતાબ પૂનાવાલાનો હતો જરને  શ્રદ્ધા વોકરને મારી નાખી અને શરીરના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા.આફતાબ પૂનાવાલાએ પોતાની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વોકરની ગળું દબાવીને હત્યા કરી,  આ કેસમાં પ્રેમ સંબંધમાં ઝઘડો અને ઈર્ષ્યા મુખ્ય કારણ હતું. ભલે આ લગ્ન ન હતું, પરંતુ નજીકના સંબંધમાં આવી ઘટનાએ સમાજની માનસિકતા પર સવાલ ઉભા કર્યા. અને રિપોર્ટ મુજબ એક વર્ષમાં આવી 50 કરતાં પણ વધુ ઘટનાઓ બની છે જે ચિંતાનો વિષય છે ઘટનાઓનું કારણ સમજવાનો પ્રયાસ કરેતો સામાજિક માનસિક અને બીજા અનેક કારણો સામે આવે! 




ઘટનાઓનું કારણ શું? 

1. વિશ્વાસનો અભાવ:- લગ્નમાં પ્રેમ અને વિશ્વાસની કમી આવી ઘટનાઓને જન્મ આપે છે. પ્રગતિ અને મુસ્કાનના કેસમાં પ્રેમી સાથેના સંબંધે પતિ સાથેના બંધનને તોડી નાખ્યું.

2. ડ્રગ્સ અને લત:- મુસ્કાનના કેસમાં ડ્રગ્સની લતે મહત્વની ભૂમિકા ભજવી. નશાની આદતે વ્યક્તિની નૈતિકતા અને નિર્ણયશક્તિને ખતમ કરી દીધી.

3. અંધશ્રદ્ધા:- મુસ્કાને સાહિલે અંધશ્રદ્ધાના નામે ઉશ્કેરી, જે આધુનિક સમાજમાં પણ આવી માનસિકતાનું પ્રતિબિંબ છે.

4. સ્ત્રી-પુરુષ સંબંધોમાં બદલાવ:- આજના યુગમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે. લગ્ન બહારના સંબંધો અને ઈર્ષ્યા આવી ઘટનાઓ અને વિચારો પેદા કરે છે 

5. નૈતિક મૂલ્યોનું પતન:- સમાજમાં નૈતિકતા અને જવાબદારીની ભાવના ઘટી રહી છે, જેના કારણે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આવા રસ્તા અપનાવે છે. જે ડેન્જયર્સ અને સકેરી છે 


લગ્નજીવનમાં આવી ઘટનાઓ એક ચેતવણી છે કે સમાજે પોતાની વ્યવસ્થા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. શિક્ષણ, જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ આવ્યા કેસમાં સરકારે પણ કડક કાયદા અને ઝડપી ન્યાયની વ્યવસ્થા કરવી પડશે, બાકી અત્યારે જનરેશન જેમ વિચારે છે મી જલ્દી જ  લગ્ન જેવી સંસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે, અને સમાજનું માળખું ખોરવાઈ જશે. તમારું આ વિષે પર 






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.