સિંહોના રક્ષણ માટે ગીર રક્ષિત વિસ્તારમાં 1534 ખૂલ્લા કૂવા ફરતે બાંધવામાં આવી સંરક્ષણ દિવાલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-12 11:52:57

પ્રકૃતિનું જતન કરવાની જવાબદારી આપણા સૌની છે... પ્રકૃતિ છે તો આપણે છીએ... પ્રકૃતિના જતનમાં ના માત્ર જંગલો, વનસ્પતિઓના સંરક્ષણનો સમાવેશ થાય છે પરંતુ વન્ય પ્રાણીઓની સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.  પ્રકૃતિનું જનત કરવું જોઈએ પરંતુ સાથે સાથે જંગલોમાં રહેતા પ્રાણીઓની સુરક્ષા પર  પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ... ગીરના વિસ્તારમાં રહેતા અનેક સિંહોના મોત ખુલ્લા કુવામાં પડી જવાને કારણે થાય છે. ત્યારે ગીર રક્ષિત વિસ્તારમાં કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન વિભાગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે એમઓયુ કર્યો હતો જે અંતર્ગત 1534 ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવામાં આવી.  

1534 ખુલ્લા કુવા ફરતે બાંધવામાં આવી સંરક્ષણ દિવાલ 

ગીરના જંગલમાં રહેતા સિંહો ના માત્ર ગુજરાતના પરંતુ ભારતભરના ગૌરવ સમાન છે. સિંહોની જાળવણી, તેમની સુરક્ષાએ આપણી જવાબદારી છે...! પરંતુ અનેક વખત સિંહો દુર્ઘટનાનો શિકાર થઈ જતા હોય છે.. ખુલ્લા કુવામાં સિંહો પડી જતા હોય છે જેને કારણે તેમના મોત થાય છે અથવા તો તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે સિંહોની સુરક્ષા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. 


પરિમલ નથવાણીના નેતૃત્વમાં કરાયું આ કાર્ય 

આ કાર્ય કરવા પાછળનો મુખ્ય હેતુ સિંહોનું સંરક્ષણ કરવાનો હતો.આર.આઇ.એલ.એ ગીરના રક્ષિત વિસ્તારમાં ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતિ કરાર કર્યો હતો. આ કરાર અંતર્ગત વન્યજીવ પ્રેમી અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં 896 કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે. મહત્વનું છે કે ખુલ્લા કુવા હોવાને કારણે એશિયાટીક સિંહો દુર્ઘટનાનો શિકાર બનતા હતા અને મૃત્યુ પામતા હતા. ત્યારે હવે સંરક્ષણ દિવાલ બનવાને કારણે આવી દુર્ઘટના થતી અટકશે...   



ગુજરાતમાં આજે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. તાપમાનનો પારો આજે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે.

ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. વધારે મતદાન કરવા માટે તેમણે જનતાને અપીલ કરી છે.

ગુજરાત સહિત 11 રાજ્યોમાં આજે મતદાન થવાનું છે.. આજે 93 બેઠકોના મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. પીએમ મોદી, અમિત શાહ, આનંદી બેન પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરવાના છે..