વિચરતી જાતિના લોકોએ ભાજપનો ખેસ રોડ પર ફેંકી વિરોધ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 18:14:54

ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે ભાજપના વિચરતી અને વિમુક્ત જાતિના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિચરતી જાતિના લોકોએ પોતાની માગ માટે ભાજપનો ખેસ રોડ પર ઉતારી ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિચરતી જાતિના લોકોએ પોતાનો ખેસ ઉતારી રોડ પર ખેસનો ઢગલો કર્યો હતો. 


ભાજપે અમને ખેસ ઉતારવા માટે મજબૂર કર્યાઃ વિચરતી જાતિ 

અખિલ ભારતીય આદિ મહાસંઘે કમલમ ખાતે પોતાનો કેસરિયો ખેસ ઉતારી વિરોધ નોંધાવ્યો હતો. મહાસંઘના પ્રમુખ રુપસંઘભાઈનું કહેવું છે કે ભાજપે તેમની માગણી ન સ્વીકારી  વિચરતી જાતિના લોકો સાથે અન્યાય કર્યો છે. ભાજપે 2017માં વિચરતી જાતિના લોકોની માગણી સ્વીકારવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ સુધી કોઈ માગ નહીં સ્વીકારતા વિરોધ નોંઘાવ્યો હતો. 


કઈ માગણીના કારણે વિરોધ નોંધાવ્યો?

વિચરતી અને વિમુક્ત જાતિને અન્ય રાજ્યોમાં એસસી અને એસટી કેટેગરીમાં સમાવેશ કરાયો છે. ગુજરાતમાં તેમને અન્ય પછાત વર્ગ એટલે કે બક્ષીપંચમાં ગણવામાં આવે છે. અખિલ ભારતીય આદિ મહાસંઘની માગણી છે કે ઓબીસીમાં ગણવા છતાં પણ તેમના સમાજને હજુ સુધી લાભ મળ્યો નથી. અખિલ ભારતીય આદિ મહાસંઘની માગણી છે કે ઓબીસીમાંથી 11 ટકા તેમને આરક્ષણ આપવામાં આવે. ગત 20 વર્ષથી તમામ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ તેમની માગણી સ્વિકારવામાં નથી આવી. 


વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની ગુજરાત સરકારને ચીમકી 

અખિલ ભારતીય આદિ મહાસંઘના પ્રમુખ રૂપસંઘે જણાવ્યું હતું કે બે દિવસની અંદર સમાજના વડીલો સાથે મળીને વિચરતી અને વિમુક્ત જાતિ નિર્ણય લેશે. જ્યાં સુધી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કેસરિયો ખેસ ધારણ નહીં કરીએ.  












ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે