Gujaratiઓ માટે ગૌરવના સમાચાર, સ્વચ્છતા સર્વેક્ષણમાં Suratએ મેળવ્યો પ્રથમ ક્રમાંક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-11 13:09:00

દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અનેક લોકો જોડાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેર સ્વચ્છ બને તો દેશ સ્વચ્છ બને તે આપણે જાણીએ છીએ, અનેક લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે. સ્વચ્છતામાં ગુજરાતના સુરતે એક મુકામ હાંસલ કર્યો છે. સુરતે સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગર પાલિકામાં ખુશીનો માહોલ છે. પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો હતો. 


ઈન્દોર ઉપરાંત સુરતને પણ સ્વચ્છતામાં મળ્યું પ્રથમ સ્થાન

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.. સ્વચ્છતા જળવાય માટે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી. સ્વચ્છતાને લઈ લોકો જાગૃત થાય તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ વર્ષે સ્વચ્છતાના ક્રમમાં ઈન્દોરની સાથે સાથે સુરતે પણ સ્થાન પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2023 માં બે શહેરો એટલે કે ઈન્દોર તેમજ સુરતને સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢને સ્થાન મળ્યું છે.         



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.