ભાંગરો વાટ્યો! રાજ્ય ગૃહ વિભાગે મૃતક PSIની છોટાઉદેપુરથી મહીસાગરમાં બદલી કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:50:03


આંધળો સસરો અને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહું.

કહ્યું     કાંઇને     સમજ્યું     કશું,    આંખનું   કાજળ   ગાલે   ઘસ્યું,

ઊંડો    કૂવો    ને    ફાટી    બોક,   શીખ્યું    સાંભળ્યું    સર્વે     ફોક.


ચોટદાર ચાબખા માટે જાણીતા અખાનો આ છપ્પો ગુજરાત સરકારને બરાબર લાગુ પડે છે. પોતાના છબરડા માટે જાણીતી સરકારે વધુ એક ભાંગરો વાટ્યો છે. ગુજરાત  વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અધિકારીઓની બદલી થવાની શરૂ થઈ ચૂકી છે. રાજ્યના ગૃહ વિભાગે 5 મહિના પહેલા મૃત્યુ પામેલા PSIની બદલીના આદેશ આપ્યા છે.


મૃતક PSIની છોટાઉદેપુરથી મહિસાગરમાં બદલી


રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતની અંદર 99 જેટલા PSIની બદલી કરવામાં આવી છે. જેમાં મૃતક PSI ગોપાલ રાઠવાની છોટાઉદેપુરથી મહિસાગરમાં બદલી કરવામાં આવી છે. જેને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોપાલભાઈ રાઠવા છોટાઉદેપુર હેડક્વાર્ટરની અંદર બિન વેપન પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા. PSI ગોપાલભાઈ ભલીયાનું પાંચ માસ પહેલા જ મૃત્યું થયું છે. ગોપાલભાઈ રાઠવાના ટ્રાન્સફર ઓર્ડરની તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે.


PSI ગોપાલભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું


છોટાઉદેપુર હેડક્વાર્ટરની અંદર ગોપાલભાઈ રાઠવા બીન વેપન પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા. અને તેનું મૂળ તેનું વતન પાવીજયપુર તાલુકાના વડેસીયા ગામ છે. ત્યાં 99 જેટલા હથિયારધારી પીએસઆઈના ટ્રાન્સફરનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમાં ગોપાલભાઈ રાઠવાનું નામ 88માં નંબરે છે. તેમની છોટાઉદેપુરથી મહીસાગરમાં ટ્રાન્સફર થઈ થઈ છે પરંતુ એપ્રિલ મહિનામાં જ તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.


છબરડો કઈ રીતે સામે આવ્યો?


ગોપાલભાઈ રાઠવાના પુત્ર સંદીપે જણાવ્યું કે, અમને ખૂબ જ દુખ અને આશ્ચર્ય છે કે મારા પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર અને જરૂરી ડોક્યુમેન્ટ 5 મહિના પહેલા આપવામાં આવ્યા છે. પરંતુ તેમની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. સંદીપે જણાવ્યું કે મારા પિતા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેઓ ઘાયલ થયા હતા અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું અને છેક સુધી તેઓ છોટાઉદેપુરમાં નોકરી કરતા હતા અને તે દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.