પંજાબઃ પાકિસ્તાનથી સરહદ પાર કરીને આવેલા ડ્રોનને BSFએ તોડી પાડ્યું, તપાસ માટે DG ઘટનાસ્થળે પહોંચ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 09:21:53

પંજાબમાં BSF જવાનોએ મોટી કાર્યવાહી કરી છે. BSFના જવાનોએ સવારે 4.35 વાગ્યે પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન તરફથી ભારતમાં પ્રવેશેલા ડ્રોનને તોડી પાડ્યું હતું. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.


એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન પાકિસ્તાનથી એક શંકાસ્પદ કન્સાઈનમેન્ટ લઈ જઈ રહ્યું હતું. ડીજી તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સુરક્ષા દળોએ ડ્રોનને કબજે કરી લીધું છે.




ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.

ગરીબ પરિવારની સ્થિતિ સુધરશે તેવી વાતો ચૂંટણી પ્રચાર દરમિયાન સાંભળવા મળતી હોય છે પરંતુ ગરીબીમાં રહેતા પરિવારની સ્થિતિ નથી બદલાતી.. ત્યારે અમદાવાદમાં રહેતા એક પરિવારની કહાણી સાંભળો..

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.