પંજાબ CM પર પુત્રીનો ગંભીર આરોપ 'મારા પિતા દારૂ પીને વિધાનસભામાં જાય છે, માતા સાથે કરે છે મારપીટ'


  • Published By :
  • Published Date : 2023-12-10 19:21:34

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે. તે પોતાના ત્રીજા બાળકનો પિતા બનવા જઈ રહ્યો છે. શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીરત કૌરનો વીડિયો બતાવ્યો હતો. વિવાદાસ્પદ વીડિયોમાં સીરત કૌર તેના પિતા ભગવંત માન પર આરોપ લગાવતી જોઈ શકાય છે. સિરતે કહ્યું કે ભગવંત માને તેની અને તેના ભાઈની જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. વીડિયોમાં સિરતે સવાલ કર્યો હતો કે, જો કોઈ વ્યક્તિ માતા-પિતાની જવાબદારીઓ નિભાવી શકતો નથી તો તેને પંજાબ ચલાવવાની જવાબદારી કેવી રીતે સોંપવામાં આવે?


પિતાથી અલગ થઈ ગઈ છે 


સિરત કૌરે કહ્યું કે તેણે પોતાના પિતાના નામથી દૂરી બનાવી લીધી છે. સીરતે કહ્યું કે તેના પિતાની પત્ની ડો. ગુરપ્રીત કૌરે તેને અને તેના ભાઈને સાઇડલાઇન કરી દિધા છે. ઉલ્લેખનિય છે કે  મુખ્યમંત્રી ભગવંત માનની બીજી પત્ની ડો.ગુરપ્રીત કૌર હાલ ગર્ભવતી છે.વિડિયો અંગે બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે જે માણસ પોતાના બાળકોની સંભાળ રાખી શકતો નથી તેમના પર રાજ્યના હિતમાં કામ કરવાનો વિશ્વાસ કરી શકાય નહીં.


SGPCએ પણ લગાવ્યો હતો ગંભીર આરોપ 


શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આરોપ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બૈસાખીના અવસર પર નશાની હાલતમાં તખ્ત દમદમા સાહિબમાં પ્રવેશ્યા હતા. કમિટીએ આ માટે પંજાબના મુખ્યમંત્રી પાસે માફી માંગવાની પણ માંગ કરી હતી. એસજીપીસીના જનરલ સેક્રેટરી કરનૈલ સિંહ પંજોલીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ ગુરુ ઘરની મુલાકાત વખતે મૂળભૂત નિયમોનું પાલન કર્યું ન હતું. તેણે ટિપ્પણી કરી કે જો માન દારૂ પીવાનું બંધ ન કરી શકે તો તેણે ગુરુના ઘરની અંદર આવવાનું ટાળવું જોઈએ.



ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..