નકલી દવાઓની ઓળખ કરવી હવે સરળ બનશે, દવાઓ પર છપાશે QR-CODE


  • Published By :
  • Published Date : 2022-11-18 20:12:53

ભારતમાં નકલી દવાઓની સમસ્યા બહુ જુની અને વ્યાપક છે. દેશના લોકો માટે પણ નકલી દવાની ઓળખ કરવી તે ખુબ મુશ્કેલ કામ છે. જો કે હવે આ સમસ્યાથી રાહત મળે તે માટે સરકારે દવાની ઓળખ કરવા માટે તેના qr-code છાપવાનો નિયમ બનાવ્યો છે.


દરેક દવાઓ પર હશે qr-code 


ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમના પહેલા તબક્કામાં દવાની બોટલ, જાર, કેન, ટ્યુબ પર qr-code છાપવામાં આવશે. આ qr-codeને તેમના મોબાઈલથી સ્કેન કરવા પર આ દવા અસલી છે કે નકલી તે લોકોને ખબર પડી જશે. કેન્દ્ર સરકારે 300 કોમન ટ્રેંડની દવા પર qr-code કોડ લગાવવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ વિટામીન, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અને કેન્સર વગેરે રોગની કોમન દવાના સ્ટાન્ડર્ડ નિર્ધારીત કર્યા છે. સરકારના આ પગલાથી ડોલો,સેરેડોન, કોરેક્સ, એલેગ્રા જેવી બ્રાંડ પર અસર પડી શકે છે. આ વર્ષે જુનમાં જાહેર કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને આ મહિને ફાઈનલ કરવામાં આવ્યો છે. દવા ઉદ્યોગોએ તેનો અમલ કરવા માટે 18 મહિનાનો સમય માગ્યો છે.


NPPAએ 300 દવાની યાદી તૈયાર કરી


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ  qr-code કોડનો નિયમના અમલ માટે મેડિસિન એક્ટ 1945માં અનેક સુધારા કર્યા છે. માર્ચમાં કેન્દ્ર સરકારે 300 દવાઓની એક યાદી જાહેર કરીને કહ્યું હતું કે જેને  qr-code કોડ લાગુ કરવાની પહેલી યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. ત્યાર બાદ NPPAએ આ દવાઓની એક યાદી તૈયાર કરી હતી. જેમાં પેઈન કિલર, વિટામિન, ડાયાબિટીસ, ગર્ભનિરોધક અને બ્લડ પ્રેસર જેવી દવાઓનો સમાવેશ થાય છે.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.