પોલીસ ભરતી અંગે Vidhansabhaમાં પૂછાયો પ્રશ્ન, Harsh Sangviએ આપ્યો જવાબ કહ્યું ભરતી કરાશે, Yuvrajsinhએ કહ્યું જાહેરાત તો ક્યારની કરાય છે પરંતુ...!


  • Published By :
  • Published Date : 2024-02-28 13:11:03

હાલમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સેશન ચાલુ છે . ત્યારે સરકાર તરફથી કેટલીક મહત્વની માહિતી બહાર આપવામાં આવી રહી છે. અને જે માહિતી સામે આવી રહી છે તે એકદમ ચોંકાવનારી હોય છે, જે આંકડો સામે આવતો હોય છે તે જોઈ આંખો પહોળીની પહોળી રહી જતી હોય છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પોલીસ ફોર્સની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જેની માહિતી હર્ષ સંઘવીએ આપી હતી. 

પોલીસની ઘટ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યો પ્રશ્ન!

રાજ્યમાં પોલીસ સ્ટેશનોમાં ઉપરાછાપરી તોડકાંડ બહાર આવી રહ્યા છે. જેમનું કામ છે કાયદા અને વ્યવસ્થા જાળવવાનું તે જ કાયદાનો ભંગ કરતા દેખાય છે. કાયદો વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસની ઘટ પણ વર્તાઈ રહી છે . ત્યારે અમદાવાદની દાણીલિમડા વિધાનસભાના કોંગ્રેસના  ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ ફોર્સની અછત વિશે પ્રશ્ન કર્યો હતો. 



11 હજાર પોલીસકર્મીઓની ભરતી કરવાનું સરકારનું પ્લાનિંગ!

પ્રશ્નના જવાબમાં હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ‎રાજ્ય સરકાર આગામી સમયમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. જે અંતર્ગત નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPFની પણ ભરતી કરવામાં આવશે.  ‎ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે. વાત એમ છે કે 2024માં 11 હજાર જગ્યાઓની ભરતી માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. હર્ષ સંઘવી દ્વારા આપેલા નિવેદન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે