પોતાની નીતિઓના ઉગ્ર ટીકાકારને જ નહેરૂએ બનાવ્યા દેશના પ્રથમ નાણામંત્રી, કોણ હતા શણમુખમ શેટ્ટી?


  • Published By :
  • Published Date : 2023-01-26 16:51:55

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજુ કરશે. જો કે દેશનું સૌ પ્રથમ બજેટ રજુ કરનારા નાણામંત્રી પણ સીતારમણની જેમ તમિળ હતા. તમિલનાડુએ દેશને સૌથી વધુ નાણામંત્રીઓ આપ્યા છે. દેશનું સૌપ્રથમ બજેટ રજુ કરનારા શણમુખમ શેટ્ટી ન તો કોંગ્રેસી હતા કે નહોતા નહેરૂના પ્રસંશક, તે તો નહેરૂની સમાજવાદી નિતીઓના કટ્ટર ટીકાકાર હતા. તેમ છતાં પ્રધાનમંત્રી નહેરૂએ તેમને દેશના સૌપ્રથમ નાણા મંત્રી બનાવ્યા હતા. આવો જાણીએ દેશના પ્રથમ નાણામંત્રી શણમુખમ શેટ્ટી વિશે.


કોણ હતા દેશના સૌપ્રથમ નાણામંત્રી? 


આઝાદી બાદ નહેરૂએ ગાંધીજીની સલાહ માનીને તે સમયના બિન કોંગ્રેસી નેતાઓને પણ કેબિનેટમાં સ્થાન આપ્યું હતું. નહેરૂએ આરકે શણમુખમ શેટ્ટીને દેશના પ્રથમ નાણામંત્રી બનાવ્યા હતા. તેઓ બ્રિટિશ સમર્થક જસ્ટીસ પાર્ટીના સભ્ય હતા. આરકે શણમુખમ શેટ્ટી ખુબ જ અનુભવી અર્થશાસ્ત્રી અને સફળ ઉદ્યોગપતિ હતા. તેઓ તત્કાલિન કોચિન સ્ટેટના દિવાન પણ રહી ચુક્યા હતા. તે ઉપરાંત રાજાઓની પરીષદ( ચેમ્બર ઓફ પ્રિન્સેસ)ના બંધારણીય સલાહકાર પણ હતા. તેમણે 26 નવેમ્બર 1947ના દિવસે આઝાદ ભારતનું સૌપ્રથમ બજેટ રજુ કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે આરકે શણમુખમ શેટ્ટી આર્થિક બાબતોમાં નિષ્ણાત હોવાના કારણે જ મહાત્મા ગાંધીએ જ તેમને નાણામંત્રી બનાવવાની નહેરૂને સલાહ આપી હતી. ખ્યાતનામ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના પ્રખ્યાત પુસ્તક 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'માં દેશના પ્રથમ નાણામંત્રી આરકે શણમુખમ શેટ્ટીની ભારોભાર પ્રસંશા કરી છે. 


પ્રથમ બજેટ ભાષણમાં તેમણે શું કહ્યું હતું?


અંગ્રેજોની બસો વર્ષની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતને બીજો ફટકો વિભાજનનો સહન કરવો પડ્યો હતો. આ સ્થિતીમાં આરકે શણમુખમ શેટ્ટી સામે મોટો પડકાર હતો. તેમણે બજેટનું સમાપન કરતા કહ્યું કે હતું કે "આપણે હમણા જ આઝાદ થયા છીએ. જો ભારતે એશિયાના લીડર તરીકે પોતાના ભવિષ્યનો અહેસાસ કરાવવો હોય અને સ્વતંત્ર રાષ્ટ્રોની શ્રેણીમાં પોતાની જગ્યા બનાવવી હોય તો તેણે તે તમામ પ્રયાસો કરવા પડશે જે આવનારી પેઢીઓ પણ અનુસરી શકે." 




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...