રવિન્દ્રસિંહ ભાટી Gujaratના પ્રવાસે, પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર શું બોલ્યા રવિન્દ્રસિંહ ભાટી? સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 15:54:54

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે અને આ બધા વચ્ચે થોડા સમય પહેલા એક એવો વીડિયો સામે આવ્યો જેમાં ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના સમર્થનમાં હજારોની જનમેદની ઉમટી હતી. જેમના સમર્થનમાં જનમેદની ઉમટી હતી તે એક અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી છે જે હાલ ગુજરાત આવ્યા છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે નિવેદન આપ્યું છે... તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે એટલું અધિકાર નથી કે કોઈ સમાજ સામે આવું નિવેદન આપે...

અપક્ષ ઉમેદવાર તરીકે રવિન્દ્રસિંહ ભાટીએ નોંધાવી ઉમેદવારી

સૌથી પહેલા વાત કરીએ બાડમેર લોકસભા સીટની તો, તેમાં જેસલમેર પણ આવી જાય છે. આ બેઠક 2014થી ભાજપનો ગઢ છે અને 2019માં ભાજપના કૈલાશ ચૌધરી લગભગ ૩૨૩૦૦૦ આસપાસની લીડથી જીત્યા હતા . અને હવે આ બેઠક પર ૩ ઉમેદવારો મુખ્યત્વે મેદાનમાં છે , કોંગ્રેસે રાષ્ટ્રીય લોક તાંત્રિક પાર્ટીના ઉમેદાર રામ બેનીવાલને, ભાજપે ફરી કૈલાશ ચૌધરીને ટિકીટ આપી છે , જ્યારે આ બેઉનો ખેલ બગાડવા અપક્ષ ઉમેદવાર તરીકે રવિન્દ્રસિંહ ભાટીએ ફોર્મ ભર્યું છે. હાલમાં તેઓ Sheo વિધાનસભા પરથી અપક્ષ ધારાસભ્ય છે નિશાન છે હૅન્ડપંપ  , તેઓ રાજસ્થાન વિધાનસભામાં સૌથી યુવાન MLA છે. તેઓ રાજપૂત સમાજમાંથી આવે છે.  

 


ગુજરાતમાં ચાલી રહેલા વિવાદ પર રવિન્દ્રસિંહ ભાટીએ આપી પ્રતિક્રિયા

પહેલા અપક્ષ તરીકે વિધાનસભા ચૂંટણી લડ્યા ત્યારે હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બાડમેર લોકસભા ચૂંટણી પરથી તેઓ લડી રહ્યા છે. રવિન્દ્ર ભાટ્ટીએ રાજપૂત સમાજના છે જયારે BJPના ઉમેદવાર કૈલાશ ચૌધરી પણ જાટ સમાજના છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ ઉમેદવાર પણ જાટ સમાજના છે.  ત્યારે રાજસ્થાનની બાડમેર લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી ગુજરાતના પ્રવાસે છે.. ગુજરાતના પ્રવાસે કોઈ પણ નેતા આવે અને તેમને પરષોત્તમ રૂપાલા તેમજ ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદનો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેની પર તેમણે પ્રતિક્રિયા આપી છે... તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે એટલું અધિકાર નથી કે કોઈ સમાજ સામે આવું નિવેદન આપે... મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલાનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે... ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તે માગ પર અડગ દેખાઈ રહ્યો છે.... 



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...