આપે રાઘવ ચઢ્ઢાને બનાવ્યા ગુજરાતના સહપ્રભારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:46:54

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓ સક્રીય થઈ ગઈ છે. ચૂંટણીને લઈ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પહેલી વખત ઉતરતી આમ આદમી પાર્ટી પણ પૂરા જોશમાં પ્રચાર કરી રહી છે. આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે.


રાધવ ચઢ્ઢાની વધી જવાબદારી

ગુજરાત વિધાનસભાની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે આપે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાત સહપ્રભારી તરીકેની જવાબદારી આપી છે. પંજાબમાં જીત મેળવ્યા બાદ તેમને આ જવાબદારી આપવામાં આવી છે. ઘણા વર્ષો બાદ ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ ગુજરાતની રાજનીતિમાં આવ્યો છે. ગુજરાતમાં જોર-શોરથી આપ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ પણ અનેક વખત ગુજરાતમાં સંવાદ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આપની આ મહેનત રંગ લાવે છે કે નહીં તેતો આવનાર સમયમાં જનતા જ નક્કી કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે