ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ AAPને 'દેડકો' કહ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 10:04:25

Story- સમીર પરમાર.


ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ મેદાને આવી આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા.  નવસારીના જલાલપોરથી પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે વિવાદિત નિવેદન આપતા આમ આદમી પાર્ટી અને રઘુ શર્મા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું હતું.

 

વરસાદ પડે ત્યારે દેડકા તો આવેઃ કોંગ્રેસ પ્રભારીનો AAP પર સાંકેતિક પ્રહાર


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા નવસારીના જમાલપોરમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. નવસારીમાં વિવાદિત જગ્યા તોડી પાડવા બાબતે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આમ આદમી પાર્ટીનું નામ લીધા બાદ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું કે વરસાદ પડે ત્યારે દેડકા આવતા હોય છે. વરસાદી ઋતુ પૂર્ણ થયા બાદ દેડકા જતા રહે છે. રઘુ શર્માએ ઉમેર્યું હતું કે, મને ગુજરાતની રાજનીતિનો ઘણો અનુભવ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ વિધાનસભા ચૂંટણીમાં હરીફાઈ થશે. 


ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વિવાદીત નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "રઘુ શર્માને આંખોની સારવાર કરવી જોઈએ. જે કોંગ્રેસના નેતા રઘુ શર્માને જાણકારી આપતા હોય છે તેમને મેદાને ઉતરશે તો તેમને ખ્યાલ આવશે કે આમ આદમી પાર્ટી લોકોના દિલ સુધી પહોંચી ગઈ છે."



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે