કોંગ્રેસ પ્રભારી પદેથી રઘુ શર્માનું રાજીનામું, નવા પ્રભારી કોણ બનશે તેની ચર્ચાઓ ચાલુ


  • Published By :
  • Published Date : 2022-12-28 15:12:57

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ હવે ખડગેએ જાહેરાત કરી છે કે ગુજરાતને ટૂંક સમયમાં નવા પ્રભારી મળશે. ખડગેએ વધુમાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ નવા પ્રભારીનું નામ જાહેર કરાશે. રઘુ શર્માએ 8 ડિસેમ્બરે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો કે,

Gujarat Election:हार की जिम्मेदारी कबूल करते हुए कांग्रेस प्रभारी रघु शर्मा  ने दिया इस्तीफा, मतगणना जारी - Congress State In-charge Raghu Sharma Resigns  Accepting Responsibility ...ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઈ છે. હારની સંપૂર્ણ નૈતિક જવાબદારી હું લઉં છું અને ગુજરાત પ્રભારી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. વધુમાં રઘુ શર્માએ પત્રમાં લખ્યું હતું કે, ખડગેજી આપને પ્રાર્થના છે કે ગુજરાત પ્રભારી પદેથી મારુ રાજીનામું સ્વીકારશો. 


હાલ એવા સમાચારો મળી રહ્યા છે કે નવા પ્રભારી રામ કિશન ઓઝા બની શકે છે. રામ કિશન ઓઝા હાલ સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી છે. 


રઘુ શર્માના રાજીનામામાં હતું રાજકારણ?

ફરી પાછા રઘુ શર્માના રાજીનામા પર આવી જઈએ. પહેલા રઘુ શર્માના રાજીનામાનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો. આ રાજીનામાને સામાન્ય ઘટના કહેવામાં આવી રહી હતી જો કે અમુક લોકો એવું પણ કહી રહ્યા હતા કે આ રાજીનામામાં રાજકારણ છુપાયેલું છે.  રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે આ રાજીનામાના કારણે પૂર્વ કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીની મુશ્કીલો વધશે. આ એજ હરીશ ચૌધરી છે જેના કારણે રઘુ શર્માને મંત્રી પદ છોડવું પડ્યું હતું. જો રઘુ શર્મા રાજીનામુ આપે તો પંજાબના પ્રભારી હરીશ ચૌધરીને પણ રાજીનામું આપવું પડે. કારણ કે કોંગ્રેસની પંજાબમાં કારમી હાર બાદ હરીશ ચૌધરીએ રાજીનામું નથી આપ્યું. 


કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ પાર કરશે? 

જો કે રઘુ શર્મા અને હરીશ ચૌધરીની આંતરીક કલેહનું શું થશે તે ખબર નથી પણ ગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ બચાવશે તે જોવાનું રહેશે. મલ્લિકાર્જુન ખડગેના કહ્યા મુજબ ટૂંક સમયમાં નવા પ્રભારીની જાહેરાત થઈ જવાની છે. કારણ કે ટૂંક સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થવાની છે. અને આ જ યાત્રા મારફતે હવે કોંગ્રેસ હવે ગુજરાતની જનતા સાથે સંપર્ક કરશે. કારણ કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. 






વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.