બ્રેકિંગ: રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-08-18 19:40:08

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી અમેઠીથી લડશે. આ જાહેરાત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે કરી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી 2024ની ચૂંટણી લડશે તેવી અટકળો પર અજય રાયે કહ્યું કે પ્રિયંકા ગાંધી જ્યાંથી ઇચ્છે ત્યાંથી ચૂંટણી લડશે, જો તે વારાણસીથી PM મોદી સામે ચૂંટણી લડવા માંગે છે તો દરેક કાર્યકર્તા તેમની જીત સુનિશ્ચિત કરશે.  

 

સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું


કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર અજય રાયે કહ્યું, "તેમને પૂછો કે શું તે તેના વચન મુજબ 13 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ આપી શકે છે. તેણે જનતાને જવાબ આપવો જોઈએ કે તે ખાંડ ક્યાં ગઈ." ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ બંને બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. અમેઠી લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ એક સમયે કોંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં રાહુલ ગાંધીને લગભગ 55,000 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે રાહુલ ગાંધી વાયનાડથી લોકસભામાં ચૂંટાયા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઈરાની એક પ્રભાવદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .